ગંગા ઉત્પતિ કીર્તન | સાંભળો સુંદર સ્વરમાં ગંગા ઉત્પતિનું કીર્તન | Ganga Utpati Kirtan.
Автор: આવો ભક્તિ સત્સંગમાં
Загружено: 2023-07-24
Просмотров: 151799
Описание:
ગંગા ઉત્પતિ કીર્તન | સાંભળો સુંદર સ્વરમાં ગંગા ઉત્પતિનું કીર્તન | Ganga Utpati Kirtan.
ગંગા ઉત્પતિ તમે સાંભળો રે... ગાઓ ગંગાજીના ગુણ મારાવાલા,
સાગર રાજાએ યજ્ઞ આદર્યો રે... ઇન્દ્રને ચિંતા થાય મારાવાલા,
અશ્વને છુટા મેલીયા રે... ઇન્દ્ર પકડી જાય મારાવાલા,
કપિલ મુનિના આશ્રમે રે...અશ્વને બાંધ્યો ત્યાં મારાવાલા,
સાંઠ હજાર પુત્ર દોડીયા રે...અશ્વને શોધવા જાય મારાવાલા,
કપિલ મુનિએ નેત્ર ખોલ્યા રે...સાંઇઠ હજાર ભસ્મ થયા મારાવાલા,
અસર ગતીને પામીયા રે...રણમાં પ્રેત જ થાય મારાવાલા,
ટાય ઋષિને વિનવે રે... કોઇક બતાવો ઉપાય મારાવાલા,
સ્વર્ગથી ગંગા કોઇ લાવશે રે...પિતૃની તૃપ્તિી થાય મારાવાલા,
અનસૂયા માંએ તપ કર્યું રે...ના રિઝયા ગંગા માત મારાવાલા,
ત્રણ ત્રણ પેઢિયે તપ કર્યા રે...કઠણ કર્યા છે તપ મારાવાલા,
મગીરથે શિવને આરાધીયા રે...રીઝયા ઉમીયાના નાથ મારાવાલા,
પતૃ તૃપ્તિને કારણે રે...આપોને ગંગા માત મારાવાલા,
વષ્ણુદેવ તમને આપશે રે...ધરો વિષ્ણુનું ધ્યાન મારાવાલા,
મગીરથે બેઉ કર જોડીયા રે...રીઝયા છે લક્ષ્મીના નાથ મારાવાલા,
યરણમાંથી પ્રગટ થયા રે...પ્રગટ થયાં ગંગાજી માત મારાવાલા,
ગંગાજી કહે હું ઉતરૂં રે...પૃથ્વી પાતાળમાં જાય મારાવાલા,
જીલનારો કોઇ મળશે રે... આવોને ગંગા માત મારાવાલા,
ભોળાનાથ કહે અમે જીલશુ રે... જીલશું જટાની માય માં મારાવાલા,
ગંગાજી જટામાં અટાકાઇ ગયા રે... અટવાણા જટામાં મારાવાલા,
ભગીરથે બેઉ કર જોડીયા રે... આવોને ગંગા માં મારાવાલા,
ગંગાજીને ગર્વ ઉતર્યો રે... છોડી છે એક જ લટ મારાવાલા,
ખળ ખળ જળ વહેવા લાગ્યા રે... નીકળી છે ગંગા ધાર મારાવાલા,
આગળ ભગીરથ ચાલીયા રે... પાછળ ગંગાજી માં મારાવાલા,
જનુ ઋષિ આશ્રમે રે... તમે બેસોને ઋષિરાય મારાવાલા,
પિતૃ તૃપ્તિને કારણે રે... આપો ને ગંગા માં મારાવાલા,
ચરણમાંથી પ્રગટ થયા રે... તર્યા છે પિતૃ તમામ મારાવાલા,
પરીયા ના પરીયા તરીયા રે... વિમાને બેસે જાયે મારાવાલા,
ધન્ય ભગીરથ રાયને રે... તમે લાવ્યા છો ગંગા માતા મારાવાલા,
ઋષિકેશથી પ્રયાગ ગયા રે... ત્યાંથી દરિયામાં જાય મારાવાલા,
ગંગા ઉત્પતિ જે સાંભળે રે... તેના પિતૃને તૃપ્તિ થાય મારાવાલા,
ગાયે શીખે સુણે સાંભળે રે... નિત્ય ગંગાજી માં નાહય મારાવાલા,
આ વિડિઓમાં ગંગા ઉત્પતિનું કીર્તન રજુ કરવામાં આવ્યુ છે.
આ કીર્તન સાંભળવાથી કે પઠન કરવાથી ગંગામા નાહ્યાનું પુણ્ય મળે છે.અને પીતૃપરાપ્તિનું ફળ મળે છે.
આ વિડિઓ પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્કરાઈબ કરજો.
આભાર
આવો ભકિત સત્સંગમાં 🙏🙏
#ગંગાઉત્પતિ#કીર્તન#ગંગાભજન#ગંગાઆરતી#bhakti #dharmik #ganga#gangautpati#kirtan#આવોભક્તિસત્સંગમાં
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: