સિધ્ધપુરની લાલુમલની પ્રખ્યાત લસ્સી|famous lassi|Siddhapur|magdal|સિધ્ધપુર ગયા હોય ટેસ્ટ કર્યો છે?
Автор: mayadeepak22
Загружено: 2024-11-08
Просмотров: 28
Описание:
#siddhapur#lalumalnilassi#સિધ્ધપુરનીલસ્સી#magadal#chhotakakanomagdal
જ્યારે પણ આવવાનું થાય ત્યારે મગદળ-( છોટાકાકાનો) માવો-( હલવો દાણાવાળો)તીખી સેવ અને લસ્સી એ પણ લાલુમલની લસ્સી...જો ટેસ્ટ ના કર્યો હોય તો નકામું..લસ્સી એ રબડી+ લસ્સીનું મિશ્રણ લાગે..લાજવાબ..
શ્રી અમિતાભ બચ્ચનજી માતૃશ્રીનું શ્રાધ્ધ અને શુટીંગ કરવા આવેલા ત્યારે આખા યુનિટ માટે લાલુમલની લસ્સી પીવડાવેલી.
શ્રી અટલબિહારી બાજપાઈ..હર્ષભાઈ સંઘવી. તથા ઘણા લોકોએ સ્વાદ માણ્યો છે.73 વર્ષથી એકધારો સ્વાદ ત્રીજી પેઢી સાચવી રહી છે.
હવે નું લખાણ જયોતીન્દ્રભાઈ કાંતિલાલ ભટ્ટનું છે.👇
લાલુરામ સેવકરામનો જન્મ સિંધ પ્રાંતમાં થયેલો.1947માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે 22 વર્ષની ઉંમરે પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવી અજમેરમાં નિરાશ્રિત કેમ્પમાં રહ્યા બાદ સિધ્ધપુરમાં રસોઈયા તરીકેની કામગીરી સ્વીકારી.ત્યારબાદ અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં ભાડાની કેબીનમાં લસ્સી-મીઠાઈનો ધંધો ચાલુ કર્યો પણ ફાવટ ના આવી.એ પછી સ્નેહીજન મારફતે વડનગર આવ્યા.વડનગરમાં હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પિતાશ્રી દામોદરદાસ મોદીની ચાહની લારી પાસે ભાડાનું કેબીન લઇ લસ્સી-મિઠાઈનો ધંધો શરુ કર્યો..ત્યાં પણ ફાવટ ના આવી. ત્રણ વર્ષ એમજ ગયા.1950 માં સિધ્ધપુરમાં ચાર પૈડાંની હાથલારીમાંલસ્સી-પેંડા અને માવો વેચવાની શરૂઆત કરી.ગુણવત્તાયુકત લસ્સીના સ્વાદે સહુને ઘેલું લગાડયું.
તેઓ જન્મજાત સંઘની વિચાર સરણીથી જોડાયેલા હતા .સંઘના પ્રચારકો જ્યારે પણ સિધ્ધપુર આવે ત્યારે આગતા સ્વાગતા કરવામાં ક્યારેય પાછા ના પડતા.
તેમની લસ્સીનો એકજ પ્રકારનો સ્વાદ અને ઉંચી ગુણવત્તા સિધ્ધપુરની શાન છે.
રાજકીય નેતાઓ..ફીલ્મી કલાકારો..ક્રિકેટર્સ..કે કોઇપણ સેલિબ્રિટીઓ સિધ્ધપુરની મુલાકાતે હોય તો અચૂક સ્વાદ માણે છે.
એમની પેઢી સુપેરે આ વારસો સાચવી રહી છે.
" સમગ્ર ભારતમાં લસ્સી પિવાય છે,માત્ર સિધ્ધપુરમાં લસ્સી ખવાય છે"😃
જયારે પણ જાઓતો એનો સ્વાદ માણવો.
આ પોસ્ટ સારી વસ્તુ અને લોકોના સંઘર્ષમય જીવનની વાત જાણવા મળે અને પ્રેરણા મળે એ જ..
🙏🏻
About me
---------------
Professional Singer & Composer
Maya Deepak...
Started learning Hindustani Classical vocal at an early age of
8 years. Topped in the merit list in Gujarat in
"B. Ed in Music" in 1985.
Honored & Awarded with the prestigeous "Gujarat Gaurav Puraskar" in Light Classical vocal by Gujarat Govt. in 2011.
Awarded with "Sanskar Garima Award" by Gujarat Samachar U.K.
Performed at Royal Albert Hall ( U.K. ) Sai Bhajan Sandhya Along with Shri Anup Jhalota.
Performed at the British Parliament on the occassion of Diwali celebration by Hindu Forum of Britain.
Honored & Awarded at the British parliament with "Asian voice political & public life award" (U.K. ) in 2013 for the contribution in Indian Art & Culture for last 30 years.
Got privilege to be a part of documentary on The Legendary Lata Mangeshkar - The Nightingale of India, on B.B.C world service radio, presented by Yasmin Alibhai Brown - ' Jyoti Kalash Chhalke sung by Maya Deepak is included in The Documentary !
Awarded by MP Keith Vaaz - leicester ( U.K ) for "Service to Music Industry".
Awarded with "NRI Setu Ratna Award" 2018, by Global Gujarati Federation for Contribution in Gujarati Music, Globally...
Awarded by Governor of Gujarat, Resp.Shri Kohliji in 2019, with "Sanskar Bharati Award" for Service to Gujarati Music.
And many more...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: