ક્રોધના અવતાર દુર્વાસા
Автор: Sachin Pandit Bahadarpurwala
Загружено: 2025-09-06
Просмотров: 4
Описание:
ક્રોધના અવતાર
દુર્વાસા
પુરાણોનાં કેટલાંક પાત્રો એમના સ્વભાવની વિશેષતા માટે જાણીતાં છે. નારદ કજિયા કરાવનાર તરીકે, હનુમાન સેવક તરીકે, ભીમસેન ભોજનપ્રીતિ માટે જાણીતા છે. એમ દુર્વાસા મુનિ ક્રોધ માટે જાણીતા છે. જરા જરા વાતે ક્રોધના એમના ઘણા પ્રસંગો પુરાણકથાઓમાં જોઈ શકાય છે.
દુર્વાસા ઋષિ અત્રિનાં પત્ની અનસૂયાના ચાર પુત્રોમાં બીજા હતા. એ ઉત્તમ કોટિના બ્રહ્મવેત્તા હતા. એમની પાસે દસ દસ હજાર તો શિષ્યો ભણતા હતા. પરંતુ દુર્વાસા જરાક વાતે ક્રોધ કરતા અને આકરા શાપ આપી બેસતા. એક વાર અંબરીષ રાજા પર જીવલેણ અસ્ત્ર છોડી બેઠા. સારું થયું કે વિષ્ણુના ચક્રે રાજાને બચાવી લીધા.
એક વાર દ્વારકા જઈને જાતજાતનાં તોફાન કરવા લાગ્યા. એટલે સુધી કે પોતાની સવારી માટેના રથ આગળ ઘોડાની જગ્યાએ કૃષ્ણ અને રૂક્મિણીને જોડ્યાં! હેતુ એટલો જ કે કૃષ્ણ નારાજ થાય અને હું શાપ આપું!
એ જ રીતે, દુર્યોધનની ચડવણીથી, પાંડવોની કસોટી કરવા દસ હજાર શિષ્યો સાથે વનવાસી પાંડવો પાસે જઈને ભોજનની માગણી કરી! દુર્યોધનને એમ કે મધરાતે આટલાં માનવીને દ્રૌપદી જમાડી નહિ શકે અને ક્રોધી દુર્વાસા શાપ આપશે. જો કે શ્રીકૃષ્ણની સહાયથી આવી કારી ફાવી નહિ. દુર્વાસા ક્રોધ કરી ન શક્યા.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: