NRI Marriage Awareness Seminar with Vanita Vishram University
Автор: SGCCI Surat
Загружено: 2025-10-04
Просмотров: 15
Описание:
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત રાજ્ય બિન–નિવાસી ગુજરાત પ્રતિષ્ઠાન અને ચેમ્બર ઓફ કોમર્સ સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તેમજ વનિતા વિશ્રામ યુનિવર્સિટીના સહયોગથી મંગળવાર, તા. ૯ સપ્ટેમ્બર, ર૦રપના રોજ, સવારે ૧૦:૦૦ કલાકે વનિતા વિશ્રામ યુનિવર્સિટી, સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનાર યોજાયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટના વકીલ પ્રિતિ જોશીએ વિદેશમાં સ્થાયી થયેલા યુવકો સાથે લગ્ન કરવા ઈચ્છુક યુવતિઓને મહત્વની તકેદારીઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગાંધીનગરના બિન–નિવાસી ગુજરાત પ્રતિષ્ઠાનના સિસ્ટમ મેનેજર ચિંતન પ્રજાપતિએ પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. દક્ષેશ ઠાકરે યુનિવર્સિટી દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ વિષે જાણકારી આપી હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, ગૃપ ચેરમેન શ્રી પરેશ લાઠીયા, ગાંધીનગર સ્થિત બિન–નિવાસી ગુજરાત પ્રતિષ્ઠાનના ડેપ્યુટી એકાઉન્ટન્ટ શ્રી સુનિલ સોલંકી અને કોલેજની વિદ્યાર્થિનિઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના એનઆરજી સેન્ટરના ચેરમેન કલ્પેશ લાઠિયાએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના એનઆરજી સેન્ટરના કો–ચેરમેન ચેતન શેઠે મુખ્ય વકતાનો પરિચય આપ્યો હતો.
વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના ડીન, વોકેશનલ સ્ટડીઝના ફેકલ્ટી તેમજ વુમન્સ ડેવલપમેન્ટ સેલના ચેરપર્સન ડો. વિનિતા મોડે સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. મુખ્ય વકતા વકીલ પ્રિતિ જોશીએ વિદ્યાર્થીનિઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
[NRI, Marriage, Supreme Court, Seminar in Surat, Surat Events]
#GlobalGujaratis #SGCCI #ChamberOfCommerce #NRGsurat #GujaratiInSurat #SuratNRI #NRGCommunity #GujaratiCulture
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: