અમેરિકામાં મંદીના માહોલમાં શું હવે જોબ શોધવું ખરેખર આસાન થઈ રહ્યું છે?
Автор: I am Gujarat
Загружено: 2024-10-02
Просмотров: 1719
Описание:
અમેરિકાની ઈકોનોમી અને ખાસ તો જોબ માર્કેટ રિકવરી દર્શાવી રહ્યા હોય તેવા એક પછી એક સિગ્નલ મળી રહ્યા છે. ઈન્ફ્લેશન રેટમાં ઘટાડો થયા બાદ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં પણ અડધા ટકાનો કાપ મૂકાયા પછી હવે ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા જોબ ઓપનિંગના આંકડા પણ લેબર માર્કેટમાં અંડરકરન્ટ સ્ટ્રેન્થ સૂચવી રહ્યા છે. બ્યૂરો ઓફ લેબર સ્ટેટેસ્ટિક્સ દ્વારા રિલીઝ કરાયેલા રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં 8.04 મિલિયન જોબ ઓપનિંગ્સ નોંધાઈ હતી, જ્યારે જુલાઈમાં આ આંકડો 7.71 મિલિયન રહ્યો હતો. BLSના આંકડા એવું પણ દર્શાવે છે કે હાલ યુએસમાં નોકરી શોધી રહેલા 10 વ્યક્તિ સામે 11 જોબ્સ અવેલેબલ છે, પરંતુ જેટલા લોકો નોકરી છોડી રહ્યા છે તેની સામે તેટલા પ્રમાણમાં ભરતી નથી થઈ રહી. ઓગસ્ટ મહિનામાં નવા હાયરિંગનો આંકડો 5.317 મિલિયન રહ્યો હતો. ખાસ તો હોટેલ્સ, રેસ્ટોરાં અને બાર્સમાં હાયરિંગ ઘટ્યું છે. આ ઉપરાંત, 10થી 49 લોકોનો સ્ટાફ ધરાવતી નાની કંપની અને ફર્મમાં પણ હાયરિંગ ઘટ્યું હોવાનું આ રિપોર્ટમાં જણાવાયું હતું.
જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: