મોરલી સાંભળુંને કાનો સાંભરે - એકાદશી નિમિત્તે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
Автор: Nimavat Vasantben
Загружено: 2024-10-13
Просмотров: 32614
Описание:
મોરલી વાગીને મારા મન હર્યા
આજ મારા દિલડાં ગ્યાં છે દૂર રે
મોરલી સાંભળુંને કાનો સાંભરે...
આજના ઉતારા કાના અહીં કરો
ઉતારા કરશું મીરાંબાઈને ઘેર રે
અમૃત કરવાના ટાણા આવીયા...
આજના દાંતણીયા કાના અહીં કરો
દાંતણ કરશું કરમાબાઈ ને ઘેર રે
દર્શન દેવાના ટાણા આવીયા...
આજના નાવણીયા કાના અહીં કરો
નાવણ કરશું શકુબાઈને ઘેર રે
પાણીડા ભરવાના ટાણા આવીયા...
આજના ભોજનીયા કાના અહીં કરો
ભોજન કરશું વિદૂરજી ને ઘેર રે
ભાજી રે ખાવાના ટાણાં આવીયા...
આજના મુખવાસ કાના અહીં કરો
મુખવાસ કરશું કુબજાને ઘેર રે
ચંદન કરવાના ટાણાં આવીયા...
આજના પોઢણીયા કાના અહીં કરો પોઢણ કરશું જશોદા માંને ખોળે રે
હાલરડાં ગાશે ને નીંદર આવશે...
ગોપીઓ જુએ તમારી વાટડી
રોઈ રોઈને આંખ થઈ રાતડી
વાલા તમે દર્શન ક્યારે દેશો રે
રાસલીલાના ટાણાં આવીયા...
મોરલી વાગીને મારા મન હર્યા
આજ મારા દિલડાં ગ્યાં છે દૂર રે
મોરલી સાંભળુંને કાનો સાંભરે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: