રક્ષાબંધન પર્વ પાછળનો ઇતિહાસ, જાણવા જેવો
Автор: પ્રેરક વાર્તાઓ - Gujarati Moral Stories
Загружено: 2023-08-29
Просмотров: 2455
Описание:
રક્ષાબંધન પર્વ પાછળનો ઇતિહાસ તમે જાણો છો ખરા? જાણવા જેવો
#વાર્તા #festival #tyohaar #story #rakshabandhan #कहानी #hindudharma #dharmic #purnima
હું હરકિશન પ્રજાપતિ .. ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકર . . મારો ઉદ્દેશ વાર્તાઓ દ્વારા કોઈપણ પ્રકારની તાલીમ આપવાનો અને તમામ તાલીમ વિષયોને આધ્યાત્મિક વાર્તાઓ અને ભગવદ્ ગીતા સાથે જોડવાનો છે . . જેથી શીખનાર ઝડપથી, સરળતાથી શીખી શકે અને જીવનભર યાદ રાખી શકે . .
કૃપા કરીને મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો: / @gujaiarti.moral.stories
રક્ષાબંધન નો ઇતિહાસ - પૌરાણીક માન્યતા મુજબ
દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવતાઓની હાર થઇ રહી હતી, ત્યારે ઇન્દ્રના પત્ની સૂચીએ રક્ષા સૂત્ર બનાવીને બ્રાહ્મણ પાસે દેવોને બંધાવી, દેવોનો વિજય થયો. આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ. તેથી બ્રાહ્મણ પાસે રક્ષા દોરો બંધાવવાની પ્રથા છે.
વામન અવતારમાં વિષ્ણુએ બલિને પાતાલમાં રાજ્ય આપ્યું, ત્યારે વિષ્ણુએ વરદાનના કારણે, તેમના દ્વારપાળ બનવું પડ્યું. શ્રાવણ માસની પૂનમના દિવસે, માતા લક્ષ્મીએ બલિને રાખડી બાંધી, વિષ્ણુને મુક્ત કરાવ્યા.
શિશુપાલ વધ સમયે કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું, ત્યારે દ્રોપદીએ પોતાની સાડીનો છેડો કાપી, કૃષ્ણની આંગળી પર પાટો બાંધ્યો. આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ. કૃષ્ણએ આ ઉપકારનો બદલો દ્રોપદીના ચીર હરણના દિવસે વાળ્યો.
દાદી કુંતીએ અભિમન્યુને યુધ્ધમાં જતાં પહેલાં રાખડી બાંધી હતી.
મેવાડની રાણી કર્માવતીએ મુગલ બાદશાહ હૂમાયૂંને રાખડી મોકલીને બહાદુરશાહ ના આક્રમણ સામે રક્ષાની યાચના કરી. હૂમાયૂંએ રક્ષા કરી.
રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ . . . .
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: