મગ ની દાળ નો શિરો બનાવવા ની રેસિપી
Автор: Kanaiya Food Recipe
Загружено: 2025-03-03
Просмотров: 296
Описание:
મગની દાળનો શીરો બનાવવાની સામગ્રી :-
200 ગ્રામ મગની દાળ ફોતરાં વગર ની,,( મગછડી દાળ )
200 ગ્રામ ઘી
100 ગ્રામ ખાંડ
150 એમ એલ પાણી
20 - 20 - 20 ગ્રામ કાજુ બદામ પિસ્તા
5 -6 નંગ એલચી દાણા
મગની દાળનો શીરો બનાવવાની રીત :-
સૌપ્રથમ મગની દાળને લઈ બે-ત્રણ પાણીથી ધોઈ કુકરમાં પાણી મૂકી અને બાફી લેવી ત્રણ થી ચાર વિસલ વગાડવી ત્યારબાદ કુકરને ઠંડુ થયા બાદ ચેક કરી લેવી કે દાળ એકદમ મેશ થઈ જતી હોય તેવી બાફવી દાળને મેશ કરી અને એક એક કડાઈમાં ઘી ગરમ મૂકો તેમાં દાળને નાખી ને શેકવી બીજા ગેસ માથે પાણી મૂકી ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી નાખી ને સાઈડ પર રાખો જ્યારે લોટ શેકાઈ જવા આવે ત્યારે તેની અંદર પાણી નાખી દો ગરમ કરેલું ખાંડ વાળું તેની અંદર કાજુ બદામ પિસ્તા એલચી દાણા ક્રશ કરીને નાખી દો હવે આને એકદમ લસકો થવા દો એટલે કે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકાવા દો તો તૈયાર છે. આપણો મગ દાળનો શીરો હવે આપણે આ શીરાને ગાર્નીશ માટે એક બાઉલમાં કાઢી તેમાં તમે કાજુ બદામ પિસ્તા ની કતરણ મૂકી અને સર્વ કરી શકો છો અથવા તો ટૂટીફ્રૂટી જેલી વગેરે મૂકીને પણ તમે સર્વ કરી શકો જો તમારે જ્યારે શીરાની અંદર કેસર નાખવું હોય તો લોટ શેકાતો હોય ત્યારે તમે કેસરના તાંતણા નાખી શકો છો પણ મેં નથી નાખ્યા. આ ઓપ્શનલ છે.
આ શીરો બનાવવા માટે મેં દાળને બાફીને લીધી છે માટે પાણી આની અંદર ઓછું જોશે જો તમે પલાળી અને દાળને ક્રશ કરી શીરો બનાવતા હોય અથવા તો કોરી દાળ ને દળીને શીરો બનાવતા હોય તો ડબલ પાણી રાખવું .
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: