Gajendra Moksha Stotram (દરરોજ કરો ગજેન્દ્ર મોક્ષ દુઃસ્વપ્ન નાશ, ઋણ મુક્તિ, મોક્ષ પ્રાપ્તિ માટે)
Автор: Dharm Chintan 🙏🏻
Загружено: 2021-01-03
Просмотров: 3157
Описание:
હિંદુ પૌરાણિક માન્યતા અનુસાર રોજ પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી પૂર્વ દિશામાં મુખ રાખી ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યોના દુ:સ્વપ્નનો નાશ થાય છે તેમજ ઋણ (કર્જ) માંથી મુક્તિ મળે છે.
આ સ્તોત્રના નિયમિત પાઠથી સર્વ રોગ તથા પાપોનો નાશ થાય છે. મોટામાં મોટા દોષથી છુટકારો મળી જાય છે તેમજ બધા જ કાર્ય સફળ થાય છે. શ્રી હરિની કૃપાથી અંત સમયે મુક્તિ મળે છે.
મહાભારતમાં વર્ણિત ગજેન્દ્રમોક્ષ લાંબુ છે જયારે ભાગવતમાં વર્ણિત ગજેન્દ્રમોક્ષ બહુ લાંબુ નથી. શ્રીમન્મહાભારતમાં શાંતિપર્વના ભીષ્મ-યુધિષ્ઠિર સંવાદ રૂપે તેનું વર્ણન છે જયારે શ્રીમદ્દભાગવત પુરાણના આઠમા સ્કંધમાં તેનું વર્ણન છે.
માગશર મહિનો શ્રી કૃષ્ણનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ગજેન્દ્રમોક્ષ, વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવદ્દગીતાનો પાઠ કરવાનો ખુબ જ મહિમા છે. સ્પંદ પુરાણના અનુસાર ઘરમાં જો શ્રીમદ્દભાગવત ગ્રંથ હોય તો આ મહિનામાં દિવસમાં એકવાર તો તેને પ્રણામ કરવું જ જોઈએ.
આ કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે. હાથી એ જીવાત્મા છે. આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે છે. સંસારમાં દરેક જીવનો કાળ નક્કી હોય છે. મનુષ્ય કાળને જોતો નથી પણ કાળ સાવધાન થઇ બેઠો છે. જયારે મનુષ્ય ગાફેલ બને એવો તરત તેને પકડે છે. કાળને સંસાર સરોવર અને મગર એમ બે ઉપમા આપી છે. મગરે હાથીનો પગ પકડ્યો છે તે જ રીતે કાળ આવે ત્યારે પગને પહેલા પકડે છે. પગની શક્તિ એકદમ ઓછી થાય એટલે સમજવું કે કાળ સમીપમાં છે. પરંતુ ગભરાયા વિના પ્રભુ સ્મરણમાં લાગી જવું. કેમ કે કાળની પકડમાંથી સ્ત્રી-પુત્ર કોઈ છોડાવી શકશે નહિ કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહિ.
કાળના મુખમાંથી - મગરના મુખમાંથી એકમાત્ર શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે. હાથીને મગરથી બચાવવા હાથણીઓએ ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ કામ લાગ્યો નહિ. આ હવે મરશે જ એમ માનીને બધા તેને છોડીને નાસી ગયાં. ગજેન્દ્ર હવે એકલો પડ્યો. એકલા પડે એટલે જ્ઞાન જાગ્રત થાય છે. કાળનો નાશ જ્ઞાનચક્રથી થાય છે. એવું જ્ઞાન થાય કે સર્વમાં ભગવાન દેખાય, બ્રહ્મ દ્રષ્ટિ થાય.
જીવ નિર્બળ બને એટલે તે પ્રભુને શરણે જાય છે તેમ ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પૂર્વજન્મમાં એને જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે. ગજેન્દ્ર આર્દ્ર બનીને શ્રી હરિની સ્તુતિ કરે છે. કાળ પકડે ત્યારે જીવ કેવો ગભરાય છે તે આ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરી - ગજેન્દ્ર થઇ અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો તો અંતકાળ સુધરશે અને પરમાત્મા લેવા આવશે.
આ પ્રસંગે ગજેન્દ્રએ કરેલી પ્રાર્થના ગજેન્દ્ર સ્તુતિ તરીકે ઓળખાતા વિષ્ણુની પ્રશંષા રૂપે પ્રખ્યાત સ્તોત્ર બન્યો.
शुक्लांबरधरं विष्णुं शशि वर्णं चतुर्भुजं ।
प्रसन्न वदनं ध्यायेत सर्व विघ्नोपशान्तये॥
ૐ નમો નારાયણાય !!!
Like, Subscribe and Share
Shree Narayan Kavach (ગુજરાતીમાં)
• Shree Narayan Kavach (દરરોજ કરો શ્રી નારાય...
Shree Vishnu Sahastranama (ગુજરાતીમાં)
• Shree Vishnu Sahastranama (અલભ્ય ફળ પ્રાપ્...
Shree Ram Raksha Stotra (ગુજરાતીમાં)
• Shree Ramraksha Stotra (દરરોજ કરો શ્રી રામ...
#gajendramoksha #gajendramokshastotra #mokshaprapti #ગજેન્દ્રમોક્ષ #ગજેન્દ્રમોક્ષપાઠગુજરાતી
#गजेंद्रमोक्षस्तोत्र
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: