સુરતમાં છેલ્લા 25 વર્ષથી અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી મૃતકોનું કરે છે શ્રાદ્ધ..Raftar Surat News
Автор: Raftar Surat News
Загружено: 2025-09-21
Просмотров: 48
Описание: સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું સુરતનું અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી રહ્યું છે. આ સેવાકીય કાર્યને આગળ વધારતા, દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ કરવામાં આવે છે.આ વર્ષે પણ, અશ્વનીકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે આ શ્રાદ્ધ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વેણીલાલ મારવાલા દ્વારા સંચાલિત આ કેન્દ્ર, બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પૂરી વિધિ મુજબ શ્રાદ્ધ કર્મ સંપન્ન કરાવે છે.શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયા બાદ, બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ માનવતા અને સંસ્કારનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં સમાજમાં કોઈ ઓળખ ન ધરાવતા વ્યક્તિઓને પણ મૃત્યુ બાદ સન્માનપૂર્વક મોક્ષની વિધિ પ્રાપ્ત થાય છે. અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ મારવાળા દ્વારા છેલ્લા 25 વર્ષથી કરવામાં આવતું આ સેવાકીય કાર્ય સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: