તમે સાંભળો મારી બહેનો સીતાની કહાની - રેણુકા પટેલ | સંભાળવા જેવું ભજન | Dhun Mandal કિર્તન લખેલું છે
Автор: Renuka Patel Official
Загружено: 2025-08-31
Просмотров: 72105
Описание:
#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal
satsangi mandal
તમે સંભાળો મારી બહેનો સીતાની કહાની - રેણુકા પટેલ | સંભાળવા જેવું ભજન | Dhun Mandal 2025
કીર્તન
ગુજરાતી ભજન
સત્સંગ કીર્તન
mahila mandal gujarati
gujarati mahila kirtan,
Mahila Mandal Satsang,
mahila satsang song,
Nava Gujarati kirtan
Satsang mandal na bhajan
gujarati dhun mandal
ધૂન મંડળ
ગુજરાતી કીર્તન
Renuka Patel Na Kirtan
Renuka Patel Bhajan Satsang
Renuka Patel Na Dhun Mandal Kirtan
Renuka Na Bhajan
સીતાની કહાની
સીતાની કહાની આ સીતાની કહાની
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
રામ જેવા સ્વામી તોયે સુખડાના પામી
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
જનકરાજાની કુંવરી ને રઘુકુળની રાણી
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
સાસરીયામાં આવી મેં તો ઉતારા નો દિઠા
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
ચૌદ વરસ વન વેઠ્યા દુનિયાએ દુખડા દિધા
માંડ અયોધ્યાના મુખ દિઠા આ સીતાની કહાની
રામ રાજા બન્યા ધોબીની વાત સુણી
એવી ના બનવાની બની આ સીતા ની કહાની
લક્ષ્મણ રથ લાવ્યા મને રથમાં બેસાડી
મને વનમાં મૂકી આવ્યા આ સીતા ની કહાની
રોઈ રોઈને થાકીહું મનમાં મુંજાણી
મારે કોને વાત કહેવી આ સીતાની કહાની
ઋષિ સામા આવ્યા મને આશ્રમમાં લાવ્યા
મને બેટી કહીને બોલાવી આ સીતા ની કહાની
નથી મારે માતા નથી મારે પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
ધરતી મારી માતા આકાશ મારે પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
નથી મારે દાદા, નથી મારે મામા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
સૂર્ય મારા દાદા ને ચંદ્ર મારા મામા
મારા કોને વાત કહેવી આ સીતા ની કહાની
એક માસ વિત્યોને બે માસ વિત્યા
એવા નવ નવ માસ વિત્યા આ સીતાની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
બબ્બે પુત્ર જન્મ્યા એ ગળથૂથી નો પામ્યા
મારે કોને વાત કેવી આ સીતા ની કહાની
ચનોઠી ના પાનની મેં ગળથૂથી બનાવી
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
એ બાળોતિયા નો પામ્યા આ સીતા ની કહાની
ખાખરાના પાને મેં બાળોતિયા બનાવ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
એ પારણીયા નો પામ્યા આ સીતા ની કહાની
વડની વડવાઈએ મેં પારણીયા બંધાવ્યા
તમે સાંભળો મારી બહેનું આ સીતા ની કહાની
પારણીયા બંધાવ્યા મારા પુત્રને પોઢાડ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
રોતા ને રહડતા મેં હાલરડા રે ગાયા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
ઋષિ પત્ની આવ્યા મને આશ્વાસન આપ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
દશરથ જેવા દાદા જનક જેવા નાના
એને આંગળીઓ નો ઝાલી આ સીતા ની કહાની
કૌશલ્યા જેવા દાદી સુનયના જેવા નાની
એના ખોળા નો ભાળ્યા સીતા ની કહાની
લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી
એના લાડકોડ નો પામ્યા આ સીતા ની કહાની
રામે ઘોડા છોડ્યા લવ કુશે ઘોડા બાંધ્યા
એવા અવધપુરીમાં આવ્યા આ સીતાની કહાની
વાલ્મિકીએ વાત માંડી એવી સચની સાખ દીધી
તોયે દુનિયાએ ના માની આ સીતાની કહાની
અગ્નિ પરીક્ષા દિધી તોયે બીજી કસોટી લીધી
તમે સાંભળો મારી બેની આ સીતાની કહાની
ધરતી માંથી જન્મી ને ધરતીમાં સમાણી
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
સીતાની કહાની આ સીતાની કહાની
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
રામ જેવા સ્વામી તોયે સુખડાના પામી
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
🌸🌸🌸
રેણુકા પટેલ ના સ્વર માં
લગ્ન ગીત તેમજ કોઈ પણ પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
૭૨૦૩૦૬૦૯૫૫
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: