વાંકાનેર
Автор: Wankaner City
Загружено: 2025-12-01
Просмотров: 1018
Описание:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના રાજકોટ વિભાગ હેઠળના વાંકાનેર ડેપોના ક્લાર્ક તથા કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ જયેન્દ્રસિંહ ડી. જાડેજા (જયુભા મામા) વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા છે. તેમના સન્માનમાં રવિવાર, 30 નવેમ્બર, 2025ના રોજ વાંકાનેર ડેપો ખાતે ‘બાપા સીતારામ ગ્રુપ’ અને એસ.ટી. પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.
નિગમના અધિકારીઓ, ધારાસભ્યો અને સહકર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 1986માં હેલ્પર તરીકે કારકિર્દી શરૂ કરનાર જયેન્દ્રસિંહ જાડેજાએ 36 વર્ષથી વધુ સમય નિગમમાં સેવા આપી હતી. “હોદ્દા કરતાં ફરજ મોટી” એવા મંત્ર સાથે તેમણે આદર્શ કર્મચારી તરીકે ઓળખ મેળવેલી.
#wankaner #gujaratst #gujarat #wankanernews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: