કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનનો ઉપયોગ યોજનાનો શુભારંભ...
Автор: D-18 NEWS
Загружено: 2022-08-06
Просмотров: 14
Описание:
#gujaratinews #d18news #Breakingnews #ગુજરાતી સમાચાર #ગુજરાતી ન્યૂઝ #gujarat
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનનો ઉપયોગ યોજનાનો શુભારંભ
વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતીમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફકો નેનો યુરિયા છંટકાવનો જિલ્લા કક્ષાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતીમાં ઇફકો નેનો યુરિયા છંટકાવ યોજનાનો વર્ષ 2022 જિલ્લા કક્ષાનો શુભારંભ કાર્યક્રમ ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાનાં આખડોલ ગામ ખાતે યોજાયો. આ પ્રસંગે ડ્રોનથી નેનો યુરિયા છંટકાવનું લાઈવ નિર્દશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું સાકાર કરવામાં અને ખેતીમાં આવતા વિવિધ રોગ અટકાવ હેતુ માટે ડ્રોન ટેકનોલોજીથી દવા છંટકાવ અસરકારક બનશે.
કૃષિ યાંત્રીકરણ યોજનાનો ઉલ્લેખ કરતા શ્રી પંકજભાઈ એ જણાવ્યુ કે ખેડૂતોની જમીન વાવણી થી લઈને લણણી સુધીની સફરમાં ખેડૂતોને વિવિધ સાધનોની સહાય ગુજરાત અને ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. પીએમ કિશાન પોર્ટલ અને કૃષિક્ષેત્રની વિવિધ યોજનાકિય માહિતી મેળવવા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી હેતુ સરકારશ્રી દ્વારા રૂપિયા 6,000 ની સહાયની માહિતી શ્રી પંકજભાઇ એ આપી હતી.
ખેડૂતો કૃષિક્ષેત્રે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકે અને નવીન ટેકનોલોજી નો મહતમ અને અસરકારક ઉપયોગ કરી શકે તે હેતુસર અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાનના ઉપયોગની) યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે એમ શ્રી પંકજભાઈ એ જણાવ્યું હતું. ઉપરાંત કૃષિ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ખેડા જિલ્લાના વિવિધ પાક, જમીન અને પિયતની જાણકારી શ્રી પંકજભાઈ એ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી. એચ. રબારીએ ઊપસ્થિત સર્વ લોકોનું અભિવાદન કર્યું હતું અને મદદનીશ ખેતી નિયામકશ્રી દ્વારા ઇફકો નેનો યુરિયા છંટકાવ યોજના અને આઇ-ખેડુત ઓનલાઈન વેબસાઈટ પરની અન્ય વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ikhedutપોર્ટલ મારફત તા.૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે એમ જાહેરાત પણ કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવું જરૂરી છે. ઇફ્કો સંસ્થા દ્વારા વિશ્વનું પ્રથમ નેનો યુરીયા ખાતર પ્રવાહી સ્વરૂપે નેનો ટેક્નોલોજીની મદદથી બહાર પાડવામાં આવેલ છે. અને ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે ૧૨૦૦ લાખ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ કે દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, મદદનીશ ખેતી નિયામકશ્રી ધવલભાઈ પટેલ, કે. વી. કે. દેથલી વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી પી. કે. શર્મા, અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઈ મહિડા, કારોબારી અધ્યક્ષશ્રી રશ્મિનભાઈ પટેલ, નડિયાદ એપીએમસી ચેરમેનશ્રી અપૂર્વભાઈ પટેલ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, ગ્રામસેવકો, અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
Please Like Share and Subscribe if you liked our video.
Follow Us on
Facebook : / d18news
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: