Amul Dairy | અમુલ ઇન્ડસ્ટ્રીઝ કર્મીચારીના આપઘાત પ્રયાસનો કેસ | Amul Dairy Workers Protest | Anand
Автор: Sandesh News
Загружено: 2023-05-27
Просмотров: 391
Описание:
#anandnews #amuldairy #anandnews #workers #breakingnews #sandeshnews #gujaratinews #gujarat
• બે દિવસ પહેલા જાતને સળગાવી કર્યો આપઘાતનો પ્રયાસ
• સારવાર દરમિયાન વિક્રમ બકુત્રાનું થયું મોત
• રાત્રે હોસ્પિટલમાં કર્મચારીઓ થયા હતા એકત્ર
અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પગાર ના મળતા કર્મચારીઓ આપઘાત કર્યો હતો. તેમાં બે દિવસ પહેલા જાતને સળગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સારવાર દરમિયાન વિક્રમ બકુત્રાનું મોત થયુ
સારવાર દરમિયાન વિક્રમ બકુત્રાનું મોત થયુ છે. જેમાં રાત્રે હોસ્પિટલમાં કર્મચારીઓ એકત્ર થયા હતા. તથા આ ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ કરવા માગ કરવામાં આવી છે. તેમજ ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેમ જણાવ્યું હતુ. તેમજ 6 માસથી પગાર ન મળતા યુવાને આ પગલુ ભર્યુ હતું. શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને 6 મહિનાથી પગાર ચુકવાયો ન હોય કર્મચારીઓ દ્વારા છેલ્લા છ મહિનાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે.
શુક્રવારે કાલાવડ જઇ અગ્નિસ્નાન કરી લીધું
કંપનીના એક કર્મચારીએ શુક્રવારે કાલાવડ જઇ અગ્નિસ્નાન કરી લીધું હતું. જેનું શનિવારે સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. કર્મચારીના આપઘાત માટે જવાબદાર કંપનીના સંચાલક બંધુ સામે ગુનો નહી નોંધાય ત્યાં સુધી લાશ સંભાળવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતા વિક્રમભાઇ સુકાભાઇ બકુત્રા (ઉ.વ.36)એ શુક્રવારે સવારે કાલાવડ જીઆઇડીસીના પ્લોટમાં પોતાના શરીર પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી, ગંભીર રીતે દાઝી ગયેલા વિક્રમભાઇને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું શનિવારે રાત્રે સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: