સોળ શ્રાદ્ધ નો મહિમા વર્ણવતા કિર્તન||viral's kirtan||લખાણ સાથે છે
Автор: Viral's kirtan
Загружено: 2023-10-03
Просмотров: 75712
Описание:
@Viralskirtan
સોળ શ્રાદ્ધ નો મહિમા વર્ણવતા કિર્તન||viral's kirtan
#best gujrati geet
#most popular gujrati bhajan
#gujrati nava geet
#શ્રાદ્ધ ના ગીત
#gujrati bhajan
#viral's kirtan
#bhajan
#kirtan
શ્રાદ્ધ નો મહિમા કોઈ જાણજો રે
પિતૃ ને મોક્ષ મળી જાય મારા વાલા
પૂનમ નું શ્રાદ્ધ તમે નાખજો રે
મન ના મનોરથ પૂરા થાય મારા વાલા
એકમ ના. શ્રાદ્ધ તમે નાખજો રે
સાત પેઢી તરી જાય મારા વાલા
બીજ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ કરશે સહાય મારા વાલા
ત્રીજ નાશ્રાદ્ધ તમે નાખજો રે
માતા પિતા ના આશીર્વાદ મારા વાલા
ચોથ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પુરણ પામે સુખ મારા વાલા
પાંચમ નાશ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ પ્રસન્ન થઈ જાય મારા વાલા
છઠ્ઠ નાશ્રાદ્ધ તમે નાખજો રે
વંશ ની વૃધ્ધિ થાય મારા વાલા
સાતમ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પાપ બધા ઠેલી જાય મારા વાલા
આઠમ ના શ્રાદ્ધ તમે નાખજો રે
ચોર્યાશી ના ફેરા ટળી જાય મારા વાલા
નવમી ના શ્રાદ્ધ તમે નાખજો રે
નારાયણ રાજી થાય મારા વાલા
દશમ ના શ્રાદ્ધ તમે નાખજો રે
દશેય દ્વાર ખુલી જાય મારા વાલા
એકાદશી ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ ની મુક્તિ થાય મારા વાલા
બારસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ કદી ના પીડાઈ મારા વાલા
તેરસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પૂરણ બ્રહ્મ મળી જાય મારા વાલા
ચોદસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
અંધારિયા કામ પૂરા થાય મારા વાલા
અમાસ ના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ સવર્ગે જાય મારા વાલા
સોળ ના શ્રાદ્ધ તમે નાખજો રે
ભવ ફેરો ટળી જાય મારા વાલા
શ્રાદ્ધ નો મહિમા કોઈ જાણજો રે
પિતૃ ને મોક્ષ મળી જાય મારા વાલા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: