પપ્પા જોવોને જોત જોતામાં ક્યારે આટલી મોટી થઈ ગઈ ખબર જ ના પડી...
Автор: Trushna Dodiya
Загружено: 2024-01-06
Просмотров: 128433
Описание: પપ્પા તમારો હાથ પકડીને ચાલતી ત્યારે ખબર ન હતી કે તમારો હાથ મુકવો કેટલો અઘરો છે. મમ્મી તું તારા હાથે ખવડાવતી અને લાડ લડાવતી ત્યારે ખબર ન હતી કે આ હાથ મને કેટલો યાદ આવવાનો છે. મારી દીદી મારી દરેક જીદ માટે જ્યારે તું સ્ટેન્ડ લેતી અને મને મારુ ધાર્યું કરાવતી એના માટે તો હું હંમેશા લકી છું કે મને તું મોટી બેનના રૂપમાં મળી. ગામડે આવતાને મારા બાપુજી... ભાભુ... મારા કાકા... કાકીને સૌથી પહેલા જોવા જોઈએ. કાકા બાપુજી હવે તમારા જેવા લાડ મને કોણ લડાવશે. મોટી થઈ પણ તમે મને ક્યારેય મોટી જેવું ફીલ જ નથી થવા દીધું. મારી વ્હાલી બંન્ને ભાભી મને સગી બેનની જેમ જ પ્રેમ કરવા અને આખા ઘરને સાચવવા થેન્ક યુ... મારા બંન્ને ભાઈ ... મને ખબર છે તમે બંન્ને મને બવું જ પ્રેમ કરો છો. બેનનો તો હક છે ને ચીડાવવાનો જીદ કરવાનો. નાની નાની જીદ કરતી રહીશ... ભઈલા. મારા ત્રણેય ફઈબા... માં કરતા ઓછો પ્રેમ નથી આપ્યો મારા ત્રણેય ફઈબા એ... મને હંમેશા રાજકુમારીની જેમ રાખી છે. મારા પર કંઈક દુખ હોય એટલે મારા કરતાં વધુ દુખી મારો આખો પરિવાર થાય છે. શિવમ, દિગુ અને હેતાંશ આ ત્રણેય મારા રાજકુમાર છે. અને હા મારા દાદા અને માં... આજે આ દુનિયામાં તો નથી પણ હા, જો હોત તો મારા દાદા કરતાં વધારે ખુશ કોઈ ના હોત... દાદા તમે બવું યાદ આવો છો મને. નાનપણ માં રમત રમત માં સેવા ન કરી શકી તમારી. જે હાથ પકડીને મારે તમને મંદિર લઈ જવાના હતા. એ મે ત્યારે ના કર્યું પણ તમે એ જ હાથે મારો હાથ પકડીને મને કંડાળો ના આવે એટલે મને રમતો રમાડી છે. તમારા ખોડામાં મને ઊંઘાડી છે. મને હજુ યાદ છે દાદા સૌથી પહેલા તમે મને લસણની ચટણી બનાવતા શીખવાડી હતી. બવું જ બધો પ્રેમ અને બવું જ બધુ થેન્ક યુ ડોડિયા પરિવારને મને આટલો બધો પ્રેમ આપવા મને. હું હંમેશા ભગવાનની આભારી રહીશ મને આટલો સુંદર, પ્રેમાળ પરિવાર આપવા માટે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: