કૈલાસમાં બીલીનું ઝાડ 🙏 લખાણ સાથે || વર્ષાબેન જી. કાક્લોતર || ભજન-સત્સંગ
Автор: Varshaben G. Kaklotar
Загружено: 2024-08-05
Просмотров: 772
Описание:
#varshabengkaklotar
#bhajan
#ભજન
#સત્સંગ
#bhajanmandal
#satsangmandal
#gujaratibhajan2023
#gujaratikirtan2023
varshaben G. kaklotar present
કૈલાસમાં બીલીનું ઝાડ...
કૈલાશમાં એક બિલ્લી નું ઝાડ છે
શીતળ એની છાંય રે કૈલાશમાં બીલી નું ઝાડ છે
શંકરને ઉમિયા ચોપાટ રમતા
કોણ હારે ને કોણ જીતે કૈલાશમાં બીલી નું ઝાડ છે
પહેલી બાજી હાર્યા શિવ બીજી બાજી હાર્યા
ત્રીજી બાજી શિવ હાર્યા કૈલાશમાં બીલી નું ઝાડ છે
શિવજીએ તો તપ આદરીયા
વનરાવનની લીધી વાટ કૈલાશમાં બીલી નું ઝાડ છે
પાર્વતી એ તો રૂપ બદલાવ્યા
ભીલડી ના રૂપ લીધા કૈલાસ માં બીલી નું ઝાડ છે.
કાખ મા છે સુંડલો ને હાથમાં સાવરણો
વનરાવનની લીધી વાટ કૈલાસમાં બીલી નુ ઝાડ છે
ઉગમણુ વાળ્યું એણે આથમણું વાળ્યું
ચારે દિશામાં વાળ્યું કૈલાશમાં બીલીનું ઝાડ છે
સમાધિમાંથી શિવજીએ જોયું
વનમાં નારી ક્યાંથી કૈલાશમાં બીલી નું ઝાડ છે
કઈ છે નાતની ને કઈ છે તું ભાત ની
અહીંયા તુ શું કરવા આવી કૈલાશમાં બીલી નું ઝાડ છે
નાતની છું જોગણ ને ભાતની છું ભીલડી
વનરાવન વાળવા આવી કૈલાશમાં બીલી નું ઝાડ છે
કહો તો ભીલી રાણી રાણી કરી રાખુ
જે રે જોઈએ તે આપુ કૈલાશમાં બીલી નું ઝાડ છે
તમારે શિવજી બબ્બે છે નારીઓ
ભીલડી ને શું કરશો કૈલાસમા બીલી નું ઝાડ છે
પાર્વતીને પિયર વળાવું
ગંગા તમારી દાસી કૈલાશમાં બીલી નું ઝાડ છે
તમારે શિવજી લાંબી જટાયુ
જટા દેખીને ડર લાગે કૈલાશ માં બીલી નું ઝાડ છે
લાંબી જટાને દૂર કરાવું
લાલ અંબોડો વળાવું કૈલાસ માં બીલી નુ ઝાડ છે
તમારે શિવજી સાજલ ઝુંપડી
ભીલ ઘરે મેડી મહેલ કૈલાશ મા બીલી નુ ઝાડ છે
સાજલ ઝુંપડી દુર કરાવું
આરસના બંગલા બનાવુ કૈલાશ મા બીલી નુ ઝાડ છે
અમારા મા શિવજી એવી છે રીતુ
નર નાચે ને નારી રીજે કૈલાશ મા બીલી નુ ઝાડ છે
શિવજી યે તો રૂપ બદલીયુ
સોળે સજ્યા શણગાર કૈલાશ મા બીલી નુ ઝાડ છે
પગ મા ઘુઘરા શિવજીએ બાંધ્યા
થૈ થૈ કરી ભોળો નાચ્યા કૈલાશ મા બીલી નુ ઝાડ છે
ભીલડીયે તો રૂપ બદલાવ્યા
સતી ના રૂપ લીધા કૈલાશ મા બીલી નુ ઝાડ છે
હું તો ચૌદ ભુવન નો નાથ છું
નારી યે નચાવૌ નાથ રે બીલી નુ ઝાડ છે
શિવ શક્તિ ની ચોપાટ ગાય સીખે સાંભળે
કૈલાશ મા વાસ એનો હોજો કૈલાશ મા બીલી નુ ઝાડ છે
કૈલાશમાં એક બીલી નું ઝાડ છે
શીતળ એની છાંય રે કૈલાસમાં એક બીલી નું ઝાડ છે
જો તમને આ વિડીયો પસંદ આવે તો
વિડિયોને like કરો, share કરો, coment કરો અને
અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો.
જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે.
ધન્યવાદ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: