પશુપાલન લોન યોજના 2025/ પશુપાલન કરતા ખેડૂતો માટે ખુશખબર/ સૌથી મોટી યોજના/ ગુજરાત સરકાર દ્વારા યોજના
Автор: ગુજરાત_ખેડુતમિત્ર
Загружено: 2025-12-10
Просмотров: 885
Описание:
પશુપાલન કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 ની નવી પશુપાલન લોન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતો, પશુપાલકો અને દુગ્ધ ન ઓછી વ્યાજ દરે લોન, સરકારી સહાય, તથા સબસિડી આપવામાં આવશે.
આ યોજનાના માધ્યમથી ખેડૂત ભાઈઓ ગાય–ભેંશ ખરીદી, શેડ બનાવટ, ચારો એકમ, ડેરી યુનિટ, પશુ આહાર અને અન્ય પશુપાલન લગત સાધનો ખરીદી માટે સરળતાથી લોન મેળવી શકશે. સરકાર દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે PM Formalization Scheme, Kisan Credit Card, તથા NABARD સહાય જેવા અનેક લાભો એક સાથે ઉપલબ્ધ કરાવાયા છે.
પાત્રતા મુજબ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતો, મહિલા પશુપાલકો, સહકારી મંડળો અને ડેરી સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે છે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ખેતીના દસ્તાવેજો, બેંક પાસબુક, ડેરી સ્લિપ અને ઓળખ પુરાવા આવશ્યક રહેશે.
જાહેરાત મુજબ, આ યોજના દ્વારા ₹50,000 થી લઈને ₹3,00,000 સુધીની લોન સરળ પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે. પશુપાલન કાર્યને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વ્યાજમાં પણ રાહત આપવામાં આવી છે. આ વિડિયોમાં તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી, પ્રક્રિયા અને અરજી કરવાની રીત સમજાવવામાં આવશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: