રાજા જડ ભરતજી ની કથા ||bhagwat katha prasang || By Shastri VishalBhai (Chhotevyasji)
Автор: ShastriVishalbhai(Chhotevyasji)
Загружено: 2023-05-27
Просмотров: 95379
Описание:
#જડભરત#BhagavadGita #BhagwatGita #Gujrati #GeetaSaar #BhagwatGeeta #Shreekrishna #Geeta #Gita #BhajanSansar #BhagavadGitainGujrati #Gujrati
જડ ભરત કોણ હતા ?
શા માટે બધા એને જડભરત કહેતા ?
વાંચો અનોખી કથા.....
મિત્રો ” આ તો સાવ જડ ભરત છે ” એવુ આપણે ઘણીવાર સાંભળ્યુ હશે પણ આ જડભરત કોણ હતા ? શા માટે બધા એને જડ ભરત કહેતા ? આ કથા જાણવા સમજવા જેવી છે.
જડ ભરત ( એક મહાજ્ઞાની ) ( ભાગ -૧ )
પુરાણોમાં પૃથ્વીને સાત દ્વીપોમાં વિભાજીત કરેલ છે. તેમાંનો એક જંબુદ્વિપ છે. જમ્બુદ્વીપનાં એક ખંડનાં રાજા તરીકે આદિનાથ ઋષભદેવ હતા. ઋષભદેવને અનેક પુત્રો હતા, તેમાં ભરત સૌથી મોટા અને ગુણવાન પુત્ર હતા.
ઋષભદેવ આત્મજ્ઞાની હતા. વર્ષો સુધી સુશાશન ચલાવ્યા બાદ પોતાના સૌથી મોટા પુત્ર ભરતને રાજગાદી સોંપીને તેઓ પરમહંસ દિગંબર અવસ્થામાં સર્વસ્વનો ત્યાગ કરીને નીકળી પડ્યા.
ત્યારબાદ મહાજ્ઞાની ભરતજીએ વર્ષો સુધી પ્રજાધર્મનું પાલન કરતા રાજ્ય ચલાવ્યું. પણ ઉતરાવસ્થામાં ધીરે ધીરે તેનું ચિત સંસાર માંથી સંન્યાસ તરફ જવા લાગ્યું. અને એક વેળાએ રાજકાજમાંથી મુક્તિ લઈ તેઓ જંગલમાં નીકળી પડ્યા. પુલ્હાશ્રમમાં ગંડકી નદીના કિનારે એક આશ્રમ બનાવીને ભરતજી એકાંતમાં સાધના કરતા. દિવસે ને દિવસે તે ઈશ્વર પ્રેમમાં ખોવાવા લાગ્યા, હવે તો બાહ્ય પૂજા પણ છૂટી ગઈ. હવે નિરંતર આનંદમાં ડૂબી જવા લાગ્યા.
પરંતુ એક દિવસ વહેલી સવારે એક ઘટના ઘટી. ભરતજી નિત્યકર્મ કરીને ગંડકી નદીનાં જળપ્રવાહ પાસે બેઠા બેઠા પ્રણવ (ઓમકાર )નો જાપ કરતા હતા. તે જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને નદીમાં પાણી પીવા આવી. હજુ તે પાણી પી રહી હતી ત્યાં જ સિંહની ભયંકર ગર્જના સાંભળી. હરણી ખૂબ ડરી ગઈ અને જીવ બચાવવા નદી પાર કરવા માટે જોરથી છલાંગ લગાવી. પણ હરણીનાં પેટમાં ગર્ભ હતો. અત્યંત ભયના કારણે છલાંગ મારતી વખતે તેનો ગર્ભ સ્ત્રવી ગયો અને ગર્ભ નદીના પ્રવાહમાં પડ્યો. ગર્ભ સ્ત્રાવ, સિંહનો ભય અને લાંબી છલાંગની મહેનત અને પોતાના સમૂહથી છૂટી પડી ગઈ હોવાના વિયોગ, આ બધા કારણે તે એક ગુફામાં જઈ પડી અને ત્યાં જ મૃત્યુ પામી.
આ સમગ્ર દ્રશ્ય ભરતમુનીએ જોયું. તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. નદીમાં તણાઈ જતા હરણીના બચ્ચા (મૃગ શાવક ) ને જોઇને તેને દયા આવી અને નદીમાં પડીને તેઓએ તે માં વિનાના બચ્ચાને ઊંચકી લીધું અને પોતાના આશ્રમમાં લઇ આવ્યા.
ધીરે ધીરે મૃગબાળ પ્રત્યે ભરતમુનીની મમતા વધતી ગઈ. અને મમતા ધીરે ધીરે આસક્તિમાં રૂપાંતર થવા લાગી. હવે ભરતમુની હંમેશા હરણબાળની ખાવા પીવાની વ્યવસ્થા, તેને હિંસક પશુઓથી બચાવવા, તેને લાડ લડાવવા અને તેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. ધીરે ધીરે સાધનાના વિવિધ કર્મો છૂટવા માંડ્યા. અને અંતે સાધના સાવ બંધ પડી ગઈ. પછી તો આખો દિવસ અને રાત માત્ર ને માત્ર મૃગબાળની જ સંભાળ અને તેની ચિંતામાં વ્યસ્ત થઈને ડૂબી ગયા. ભરતમુની આસક્તિની જાળમાં ઊંડા ને ઊંડા ઉતરતા જ ગયા.
સૂતા, બેસતા, હરતા ફરતા, ભોજન કરતા એમ દરેક સમયે તેનું ચિત મૃગબાળમાં જ બંધાયેલ રહેતું. વનમાં ફળો લેવા જાય તો પણ મૃગબાળને સાથે લઇ જતા અને રાત્રે પણ પોતાની પાસે જ સુવડાવતા. અને વળી વચ્ચે વચ્ચે ઉઠીને જોઈ લેતા કે મૃગબાળ સાથે જ છે ને ? કોઈ તેને ઉઠાવીને લઇ નથી ગયું ને ??
કોઈ વાર મૃગબાળ એકલું જંગલમાં આસપાસ ચાલ્યું જતું અને કેટલોય સમય આવે નહિ તો તે વિરહથી વ્યાકુળ થઈને શોધવા નીકળી પડતા. જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય તેવા ચિંતાતુર થઇ જતા.
શરીર છોડવાનો સમય ( મૃત્યુ) આવી પહોંચ્યો ત્યારે પણ તેનું મન તો મૃગબાળમાં જ આસક્ત હતું. ભરતમુની ની અંતિમ અવસ્થામાં મૃગબાળ તેની પાસે પુત્રની જેમ શોકાતુર બેઠું હતું. હવે આ મૃગબાળ નું શું થશે ? તેવા સતત ચિંતનમાં મૃગબાળમાં અત્યંત આસક્ત ભરતમુનીનું શરીર છૂટી ગયું.
કહેવાય છે કે એટલે ભરતમુનીને અન્ય જન્મમાં મૃગનું શરીર પ્રાપ્ત થયું. પણ તેની સાધનાનાં પ્રતાપે પૂર્વજન્મની તેની સ્મૃતીનો નાથ થયો ન હતો. તેણે મનોમન વિચાર્યું કે ભૂલ શું થઈ ? મૃગબાળ ને નદીમાંથી બચાવ્યું તે ભૂલ ? કે મૃગબાળને આશ્રમમાં આશ્રય આપ્યો તે ભૂલ ? પણ તરત સમજાયું કે ભૂલ થઇ અતિ મમતા અને તેમાંથી ઉત્પન થયેલ અત્યંત આસક્તિ.
પોતાને મૃગશરીર પ્રાપ્ત થવાનું કારણ સમજાતા તેમને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. તેને થયું “અરેરે સંસારની આસક્તિ છોડીને હું જંગલમાં આવ્યો. અને અહી સાધના છોડીને એક મૃગબાળમાં અત્યંત આસક્ત થઇ ગયો.”
આ પૂર્વ જન્મની સ્મૃતિનાં કારણે મૃગશરીર રૂપી ભરતમુનીનાં હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અને તેણે પોતાની માતા મૃગીનો ત્યાગ કરીને પોતાની સાધના ભૂમિ પુલ્હાશ્રમમાં આવી ગયા. અને ત્યાં આવીને મૃગયોની પૂર્ણ થવા માટે કાળની રાહ જોવા લાગ્યા. અને અંતિમ અવસ્થામાં ગંડકીનદીમાં શરીરનો અડધો ભાગ ડૂબાડેલ રાખીને જાગૃતિપૂર્વક મૃગશરીરનો ત્યાગ કર્યો.
રાજા જડભરતજી ની કથાના ( એક મહાજ્ઞાની ) ( ભાગ -2) ,જડ ભરત ( ભાગ -3)વાંચવા માટે હમણાંજ કોન્ટેક્ટ કરો ....
આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ ને SUBSCRIBE કરો અને SHARE કરો.
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
****************************************
વક્તા શ્રી : પ.પૂ. શાસ્ત્રીવિશાલભાઈ (છોટે વ્યાસજી)
શાસ્ત્રી શ્રી વિજયભાઈ ઉપાધ્યાય (9898457611) (9586705621)
****************************************
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: