નડિયાદ : MLA પંકજ દેસાઈ ની મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) ની કામગીરી અંતર્ગત આકસ્મિક મુલાકાત..
Автор: link news nadiad
Загружено: 2025-11-30
Просмотров: 870
Описание: મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)–2026 અંતર્ગત રવિવારે આયોજિત સ્પેશિયલ ડ્રાઈવ અભિયાનમાં 116-નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ.નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી તથા નડિયાદ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે આકસ્મિક મુલાકાત લઈને SIR પ્રક્રિયાની હકીકત જાણી. તેમણે BLOઓની કામગીરી વ્યવસ્થાઓ તેમજ મતદાર નોંધણીની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરી.મતદાર યાદી સુધારણા દરમ્યાન ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કાર્ય સમયસર અને સરળતાથી પૂર્ણ થાય તે માટે તેમણે વિશેષ ચિંતા દાખવી. BLOઓ પરનું વધતું કાર્યભાર ઓછું કરવા અને તેમની કામગીરીમાં સહયોગરૂપ બનવા માટે ભાજપના બુથ લેવલ એજન્ટોને પણ સાથમાં રાખવામાં આવ્યા હતા.ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે મતદાર યાદી શુદ્ધ અને વ્યાપક બનશે તો જ લોકશાહી મજબૂત બનશે. જનસહભાગિતા વધે તે માટે તેમણે સતત પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: