શ્યામ અને શિવનો મહારાસ નું સુંદર કિર્તન ||👇 કિર્તન નીચે લખેલું છે || કિર્તન સંગ્રહ ||
Автор: કિર્તન સંગ્રહ
Загружено: 2022-12-27
Просмотров: 3076
Описание:
શ્યામ અને શિવનો મહારાસ નું સુંદર કિર્તન ||👇 કિર્તન નીચે લખેલું છે ||કિર્તન સંગ્રહ ||
આ ચેનલ ના વિડિયોઝ તમને પસંદ આવે તો વિડિયો ને લાઈક👍, શેર ➡️ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બાજુના 🔔આઇકન ને ઓલ ઉપર સેટ કરીદેજો જેનાથી તમને અમારા વિડિયો ની નોકીફિકેશન મળી રહે... ધન્યવાદ🙏
**મહા રાસ**
વાંસળી લાગે વાલી કનૈયા તારી મોરલી લાગે વાલી
કાંને છે કુંડળ માથે મુગટ ને ખંભે છે કામળી કાળી
પીળા પીતાંબર જરકશી જામા મુખપર મોરલી ધારી...કનૈયા
વનરાતે વનમાં રાસ રચ્યો સર્વ ગોપી ઓ ચાલી
સોળે શણગાર સરસ સજીને પાર્વતી પણ ચાલી...કનૈયા
સામા મળ્યા છે ભોળા મહાદેવજી ક્યાં ચાલ્યા ઘરની નારી
વનરાતે વનમાં રાસ રચ્યો છે જોવા હું જાવ છું સ્વામી...કનૈયા
આજનો દિવસ તમે ઘર સંભાળજો ચીંતા ન કરસો મારી
આવતાં આમને મોડું રે થાસે સવાર પણ થવાની... કનૈયા
કાન અને ગોપીઓ રાસ રમે ત્યાં જોવા જેવી થવાની
શંભુ કહે સતી હું પણ આવું મહારાસ જોવા કાજે.. કનૈયા
ઘણા દિવસની આશા અમારી આજે પુરી થવાની
નહીં નહીં નાથજી એવું ન બને ત્યાં હોય વ્રજની નારી...કનૈયા
પુરુષ તણો ત્યાં પ્રવેશના હોય એકલડી હોય વ્રજનારી
બ્રહ્મા વિષ્ણુ કે ઈન્દ્ર વરૂણ દેવો શકે નહીં ત્યાં આવી.. કનૈયા
સોળસો ગોપીઓમાં એક જ રમતો કૃષ્ણ કનૈયા બાળ ભાગી
શંભુ કહે મને ગોપી બનાવો પેરાવો ચણિયાચોળી...કનૈયા
પ્રથમ પેલા સ્નાન કરીને અંગેથી કાઢો ભભૂતિ
જટા છોડીને વાળો અંબોડો નાખો ને ફૂલડાની વેણી...કનૈયા
હાથે છે બંગડી નાકે છે નથડી પાયે ઝાંઝરીયા ઝમકે
શેથે સિંદૂર ને પાલેજ છે ટીલડી આર કંદોરા ખમકે...કનૈયા
નમણી નારી બન્યા મહાદેવજી આછો ઘૂંઘટતાણી
રૂપ સલુણુ જોઈને શિવનું પાર્વતી હરખાણી...કનૈયા
નાચ શીખવાડે તાલ શીખવાડે ઝાંઝરને વળી ઝમકે
નવી સખીને સાથે લાઈને ઉમિયા રાસ માં આવે...કનૈયા
રાસ રમ્યા ને રમઝટ જામી માથાની ચુંદડી ચમકી
ચુંદડી ચમકીને જટા દેખાણી શ્યામ ગયા બધું જાણી..કનૈયા
શ્યામ કહે મને નવી સખીમાં લાગે છે બહુ વાલી
શ્યામ અને શિવજી રમ્યા છે રાસ અંતરની આશા પુરી..કનૈયા
શ્યામ અને શિવની નજર મળી ત્યારે શિવ ગયા શરમાઈ
શ્યામ અને શિવનો મહારાસ જોઈને હું તો જાઉં બલિહારી
કનૈયા તારી મોરલી લાગે વાલી...
#કિર્તનસંગ્રહ
#નવાકિર્તન
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#keertan
#Bhajan_Kirtan
#kirtan_shngrah
#કિર્તન
#કીર્તન
#kirtanbhajan
#kirtanlyrics
#kirtanlyricsingujarati
#મહારાસ
#શ્યામ_અને_શિવનો_મહારાસ
#વાંસળી_લાગે_વાલી_કનૈયા_તારી_મોરલી_લાગે_વાલી
#કાન_ગોપી_રાસ
#mahashivratri2023
#શિવરાત્રી
🌹વિડિયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ🌹
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: