કાનુડા ની જાન માં રે જાશુ|| ( કિર્તન નીચે લખલું છે ) || શિવ ધુન || SHIV DHUN || GUJARATI KIRTAN
Автор: SHIV DHUN
Загружено: 2023-04-29
Просмотров: 249752
Описание:
LIKE , SHARE , COMMENT , SUBSCRIBE
🙏 હેલો નમસ્તે 🙏
➡️ પુષ્પા બેન ગોસ્વામી તરફથી તમને
🙏 જય ભોળાનાથ 🙏
🙏જય માતાજી🙏
🙏જય શ્રી ક્રિષ્ના🙏
કાનુડા ની જાન માં રે જાશુ|| Kanuda ni jan ma re jashu || શિવ ધુન || SHIV DHUN || GUJARATI KIRTAN
રાધાકૃષ્ણ ના ગુણ ગાશું કાનુડાની જાનમાં જાશુ...
બરસાણા ગામમાં રાધા કુવારી
કાનુડા નું માગુ લઈને જાશું કાનુડાની જાનમાં રે જાશું...
માતા જશોદાનો કાનુડો પરણે
સાંજી ના ગીત ગાવા જાશું કાનુડાની જાનમાં રે જાશું...
નંદબાબાને ઘેરે માણેકસ્તંભ રૂપાવશુ
માંડવડે માલવા ને જાશું કાનુડાની જાનમાં રે જાશું...
ખંભે લઈશું ચુંદડીને થાળીમાં સોખા
સાંકડો વધાવવા ને જાશું કાનુડાની જાનમાં રે જાશું...
નંદબાબાને ઘેરે સાગમટે નોત્રા
વેવારે વર વિવાહ ખાશું કાનુડાની જાનમાં જાશું...
રાધા રૂપાળી મારો કાનુડો કાળો
પ્રેમથી પીઠીઓ સોળસુ કાનુડાની જાનમાં રે જાશું...
સરખી સાહેલી ભેળી મળીને
રાસની રમઝટ બોલાવશું કાનુડાની જાનમાં રે જાશું...
વહેલી પરોઢિયે કાનને જગાડશું
પ્રેમે પ્રભાતિયા ગાશું કાનુડાની જાનમાં રે જાશું...
લાડકડા કાનને બાજોઠે બેસારશું
મગડીએ નવરાવશું કાનુડાની જાનમાં રે જાશું...
લાડકડા કાનની જાનુ ઉઘલાવશું
કઢીએલા દૂધડા પાછુ કાનુડાની જાનમાં રે જાશું...
હાથી હજાર છે ને ઘોડા ઘણેરા
તેમાં બેસીને હરખાસુ કાનુડાની જાનમાં રે જાશું...
પંથ છે લાંબો ને સેટી છે વાટુ
હરખે હરખે હરખાસુ કાનુડાની જાનમાં રે જાશું...
મોટા તે મહેલમાં ઉતારા માંગશું
ભખુભાંડને ભડકાવશું કાનુડાની જાનમાં રે જાશું...
જશોદાના લાલને ઘોડલે બેસાડસુ
લુણ લઇને નજર ઉતારશું કાનુડાની જાનમાં રે જાશું...
કાનના વરઘોડામાં દેવો સૌવ આવશે
દેવોના દર્શન કરશું કાનુડાની જાનમાં રે જાશું...
મલપતા મલપતા માંડવડે જાશું
રાધાજીને ચુંદડી ઓઢાડસુ કાનુડાની જાનમાં રે જાશું...
રાધાજી ના માંડવે માંડવીયુ જાજી
માંડવીયુ મોહ મસકોડે કાનુડાની જાનમાં રે જાશું...
માયરા ની સોરીયુ માં મોતીડે વધાવશુ
ફેરા ટાણે ફૂલડા વેરાસુ કાનુડાની જાનમાં રે જાશું...
રાધા ને કાન બે કંસાર આરોગે
સાસુજીનો પીરસેલો મોળો કાનુડાની જાનમાં રે જાશું...
વેવાઈ ના રસોડે જમવા જાશું
લસપસતા લાડુ ખાસુ કાનુડાની જાનમાં રે જાશું...
રાધાજીને લઈને કાન ગોકુળમાં આવ્યા
કુમકુમના પગલા પડાવ્યા કાનુડાની જાનમાં રે જાશું...
માતા જશોદા એ મોતીડે વધાવશે
વારીવારી વારણા લેસુ કાનુડાની જાનમાં રે જાશું...
રાધાકૃષ્ણને હરખે પરણાવ્યા
મનવાસીત ફળ પામસુ કાનુડાની જાનમાં રે જાશું...
રાધાકૃષ્ણ ના લગ્ન કોઈ ગાશે
ગાસેવાસે ને હરખા છે કાનુડાની જાનમાં રે જાશું...
શિવ ધુન ના સ્પેશ્યલ કિર્તન
#શિવધુન
#શિવધુનકીર્તન
#પુષ્પાબેનગોસ્વામીકિર્તન
#ગુજરાતીકિર્તન
#કિર્તન
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....
અને 🔔(બેલ) આઈકન ઉપર કલીક કરો...
🙏 જય મહાદેવ 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: