બીજને પટ/માવજતની અગત્યતા
Автор: Krushi Darpan CKSankhat
Загружено: 2025-05-25
Просмотров: 421
Описание:
વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનું અગત્ય નું એક્મ –બીજ માવજત
ગુજરાતીમાં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા પાળ બાંધવી” ખેતીમાં આ બાબતો ને સાર્થક કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે.
બીજની અંદર કે તેની સપાટી પર રહેલ રોગકારકોના નાશ માટે બીજને આપવામાં આવતી ફૂગ નાશક /જીવાણું નાશક દવાની માવજતને બીજ માવજત કહેવામાં આવે છે. આ માવજત અમુક અંશે જમીનમાં રહેલ રોગકારકો બીજને ઉગાવામાં રક્ષણ આપે છે પરંતુ ઘણી વખત જમીન જન્ય જીવાતો જેવી કે સફેદ મુંડા કે ઉધઈના નિયંત્રણ માટે મગફળી કે ઘઉં જેવા પાકોને આપવામાં આવતી જંતુનાશક દવાની માવજતને પણ બીજ માવજત કહેવામાં આવે છે. આ ઉપરાંત કઠોળ વર્ગના,ધાન્ય વર્ગના પાકોમાં સહ્જીવી /અસહજીવી નિયંત્રણ માટે રાઇઝોબીયમ,એઝોટોબેકટર જેવા જીવાણુંના કલ્ચરની માવજતનો સમાવેશ કરવામાં આવે છે.
બીજ માવજત ના હેતુઓ :
(૧) વાવણી ની સરળતા માટે
દા.ત.કપાસ ના બીજ પર ઝીણી રુંવાટી હોવાને કરને તે સહેલાઈથી એકબીજા થી છુટા પડતા નથી .તેથી આવા બીજને વાવણી પહેલા માવજત આપવી જોઈએ જેથી બીજ પરની રુંવાટી દુર કરી વાવણી માં સરળતા લાવી શકાય છે.આ માટે હવે ડીલીન્ટીગ મશીનો મળે છે જે દ્રારા મોટાપાયા પર બીજને ડીલીન્ટીગ કરી શકાય છે.
(૨) બીજની વાવણી એકસરખી જાળવવા માટે:
અમુક પાકના બીજ કાળમાં નાના અને હલકા હોય છે.જેથી આવા બીજને નિયત અંતરે એકસરખી રીતે વહેંચણી કરી વાવવામાં મુશ્કેલી પડે છે.દા.ત.તમાકુ ,ટામેટા ,રીંગણ,રજકો કે જીરૂ ના બીજ ના નાના અને વાવતા પહેલા અમુક પ્રમાણમાં ઝીણી રેતી અથવા ખોળ સાથે મિશ્ર કરી વાવવામાં આવે છે આમ કરવાથી બીજની વાવણી એકસરખી રીતે કરી શકાય છે અને એક્મ વિસ્તાર દીઠ છોડની પુરતી સંખ્યા મેળવી શકાય છે.
(૩) ઝડપી અને સારા સ્ફુરણ માટે:
કઠોળ પાકના બીજનું આવરણ હોય છે જેથી સ્ફુરણ માટે વધુ સમય લાગે છે દા.ત. ગુવાર વગેરેના બીજનું આવરણ સખત હોવાથી બીજને ૨૪-૩૬ કલાક પાણીમાં પલાળી રાખ્યા બાદ વાવણી કરવામાં આવે તો સ્ફુરણ ઝડપથી સારી રીતે થાય છે તેવી જ રીતે શેરડી ના કટકાને ૩૦-૩૫ અંશ સે. ઉષ્ણતાપમાન વાળા ચૂનાના પાણીમાં ૨૪ કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી સ્ફુરણ ની ક્રિયા ઝડપથી અને સારી થાય છે.
(૪) રાઈઝોબીયમ કલ્ચરની માવજત :
કઠોળ પાકો હવામાં ના નાઈટ્રોજન નું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે. હવામાંનો નાઈટ્રોજન મૂળગ્રંથીઓ પર સ્થાયી થાય છે. આ નાઈટ્રોજનનો ઉપયોગ છોડ કરે છે અને થોડો ઘણો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. કઠોળ વર્ગના પાકોના બીજને વાવતા પહેલા જે તે કઠોળ પાક મેના રાઈઝોબીયમ કલ્ચર ની માવજત આપવાથી મૂળ નો વિકાસ ઝડપ થી થાય છે.
(૫) જીવાતોનો ફેલાવો તથા તેનાથી થતું નુકશાન અટકાવવા
કેટલાક પાકોમાં બીજ કે વનસ્પતિક ભાગ પર જીવાત કે જીવાત ના ઈંડા સુષુપવસ્થા માં રહેલા હોય છે આવા બીજ વાવતા તે જીવાતનો ઉપદ્રવ વધી જવા પામે છે તેથી આવા બીજને જીવાત મુક્ત કરી વાવવામાં આવે છે.
(૬) બીજજન્ય રોગોનું નિયંત્રણ કરવા માટે
કેટલાક રોગો બીજજન્ય હોય છે તેથી આ પાકના બીજને વાવતા પહેલા ફૂગનાશક કે પરાયુક્ત દવાનો પટ આપવો જોઈએ.
બીજ માવજત ના પ્રકાર :
બીજ માવજત આપવા માટે બિયારણમાં રોગકારક ની હાજરી ,પાકની જાત વગેરે ધ્યાને લઇ તેને અંને દર્શાવેલ મુજબ ની વિવિધ પધ્ધતિઓથી માવજત આપવામાં આવે છે.
૧) સુકી માવજત
આ માવજત સામાન્ય રીતે ઘણી જ પ્રચલિત છે જેમ કે કઠોળ પાકો ,મગફળી કે ધન્ય્પકો ના બિયારણો ને ફૂગનાશક દવાઓ જેવી કે કેપ્ટન,થાયરમ પર બરાબર ચડાવી પછી તેનું વાવેતર કરવા ભલામણ થયેલ છે.
૨) ઠંડી ગરમી ની માવજત
ઘણી વખત ઘઉં જેવા પાકોમાં લુઝ સ્મટ કે ઢીલા અંગરીયા ની ફૂગના બીજાણુઓ બિયારણ ના અંદરના ભાગ માં સ્થાયી થઇ ગયેલ હોય છે.જેનો નાશ બીજની સપાટી ઉપર ફૂગનાશક દવાનો પટ આપવાથી થઇ શકતો નથી.આવા સંજોગો માં બિયારણને ખાસ કરીને ઉનાળાના દિવસો માં સવારના ચાર કલાક ઠંડા પાણીમાં પલાળી રાખવામાં આવે છેજેથી બિયારણમાં અરેલ ફૂગના બીજાણઓનું બીજની અંદર જ સ્ફુરણ શરૂ થાય છે
૩) ગરમ પાણીની માવજત
શેરડી જેવા પાકોમાં વિવિધ રોગો જેવા કે રાત્ડો ,આંગરીયા ,સુકારો વગેરે કાતળી મારફતે ફેલાતા હોય છે તથા તેની છાલ ઘણી જ જાળી હોય છે.
૪) વરાળ ની માવજત
આ માવજત પણ સામાન્ય સંજોગોમાં શેરડી જેવા જાડી છાલવાળા પાકો માટે ભલામણ કરવામાં આવતી હોય છે.
૫) ટુકડાને સુકા પાઉડર ની માવજત
બટાકા જેવા પાકમાં જોવા મળતા બંગાળી ના રોગ કે સ્ક્રેબ વગેરે ના નિયંત્રણ માટે બટાકા ના નાના ટુકડાઓને મેન્કોઝેબ જેવી ફૂગ નાશક દવાના પાઉડર નો પટ આપી વાવણી કરવા ભલામણ કરવામાં આવે છે.
૬) દવા યુક્ત દ્રાવણમાં ટુકડા ઝબોળી વાવવાની માવજત
શેરડી જેવા પાકોમાં બિયારણ માં લાગેલ ભીંગડાવાળી જીવાત કે પછી તેમાં જોવા મળતાં અનાવૃત અંગરીયા જેવા રોગો માટે બિયારણના ટુકડાઓને ફૂગનાશક કે જંતુનાશક દવાના દ્રાવણ માં અમુક સમય માટે ઝબોળી વાવવાની ભલામણ કરવામાં આવે છે.
૭) ભીની માવજત
બિયારણ ણે ફૂગનાશક કે જીવાણું નાશક દવાનો જેવી રીતે પાઉડર ના રૂપે સુકી માવજત આપવમાં આવે છે તેવી જ રીતે મગફળી કે ઘઉં જેવા પાકોમાં અનુક્રમે સફેદ ઘેન અને ઉધઈ ના નિયંત્રણ માટે ક્લોરોપાઈરીફીસ કે કવીનાલફોસ જેવી પ્રવાહી દવાના દ્રાવણનો પટ આપી બિયારણ ને છાંયડે સુકવી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
૮) તેજાબની માવજત
કપાસ ના બીજની રુંવાટી અને તે સાથે સંકળાયેલા જીવાણું ઓના નાશ માટે પહેલા ગંધક ના તેજાબ ની માવજત આપી બિયારણ ઉપરની રુવાંટી અને તેમાં રહેલ જીવાણું ઓને નાશ કરવામાં આવે છે
બીજ માવજત આપવાની પધ્ધતિઓ
૧) સીડડ્રેસર દ્રારા જથ્થાને દવાની માવજત આપવાની રીત
બીજના વધુ જથ્થા ણે એકી સાથે પટ આપવો હોય તો સીડડ્રેસર નો ઉપયોગ કરવામાં આવે છે આ માટે પોણા ભાગનું પીપ ભરાય તેટલા બીજ લઇ જરૂરી દવા ઉમેરી ઢાંકણ બંધ કરી પીપને ૧૦ થી ૧૫ મિનીટ ગોળ ગોળ ફેરવવામાં આવે છે.આમ કરવાથી બીજની ફરતેદવાનો એકસરખો પટ લાગી જશે.
૨) માટલા દ્રારા આપવમાં આવતી બીજ માવજત
સીડ ડ્રેસિંગ ડ્રમ ઉપલબ્ધ ન હોય ત્યારે તેની અવેજી માં અને બીજનો જથ્થો ઓછો હોય ત્યારે આ પધ્ધતિ થી માવજત આપી શકાય છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: