ભેરે રેજો ભોળાનાથ || bhere rejo bholanath || ભજન લખેલું છે..
Автор: Sadguru Satsang
Загружено: 2025-08-06
Просмотров: 929
Описание:
ભગીરથ વન માં જઈ તપ કરતા,
કાયમ દરિયે નાવા જાતા
દરિયા ના પાણી લાગે ખારા
ભેરે રેજો ભોળાનાથ
ભગીરથ મન માં બઉ મુંજાણા,
આવા તપ મારે કેમ કરવા
કેમ કરી પાણીડાં પીવાય ,
ભેરે રેજો ભોળાનાથ
દરિયો કહે છે ઋષિ સાંભળો,
ગંગાના પાણી બોવ છે મીઠાં
શક્તિ હોય તો ઉતારો હેઠાં,
ભેરે રેજો ભોળાનાથ
ભગીરથ ગંગા જી ને વીનવે,
દેવી પધારો પૃથ્વી માહી
મારે તપ કરવા છે ભારી,
ભેરે રેજો ભોળાનાથ
ગંગા કહે છે ઋષિ સાંભળો,
પૃથ્વી નાની ને નીર છે જાજા
કેમ કરી પાણીડાં સમાય,
ભેરે રેજો ભોળાનાથ
ભગીરથ શિવજી ને સાંભરે,
ભોળા આવો મારી વારે
ગંગા કરે છે અભિમાન,
ભેરે રેજો ભોળાનાથ
શિવજી ગંગા જી ને વીનવે,
દેવી પધારો પૃથ્વી માહી
પૂરો મારા ભક્તો કેરી આશ,
ભેરે રેજો ભોળાનાથ
ગંગા કહે છે શિવજી સાંભળો,
પૃથ્વી નાની ને નીર છે જાજા,
કેમ કરી પાણીડાં સમાય,
ભેરે રેજો ભોળાનાથ
શિવજી ક્રોધ કરીને બોલ્યા,
તને મારી જટા માં સમાવું
આજ તારું ઉતારું અભિમાન,
ભેરે રેજો ભોળાનાથ
ગંગા ગર્વ કરીને બોલી,
કોઈ નઈ આવે મારી તોલે
શિવજી ને પાતાળે લઈ જાવ,
ભેરે રેજો ભોળાનાથ
ગંગા વહે છે ધોધ ની ધારા,
નદીયું નાળાઓ છલકાવ્યા
દરિયો કરે છે કિલ્લોલ,
ભેરે રેજો ભોળાનાથ
શિવજી જટા થી પૃથ્વી ઢાંકી,
ગંગા જટા માં અટવાણી
એને વરસો વીત્યા બાર,
ભેરે રેજો ભોળાનાથ
ગંગા જટા માં અટવાણી,
એને નીકળવાની નથી બારી
આવે શિવજી ને શરણે,
ભેરે રેજો ભોળાનાથ
શિવજી દીનદયાળુ દિનભોળા,
એતો ભક્તો ના છે દાતા
વહેતી મેલી ગંગા ધાર,
ભેરે રેજો ભોળાનાથ
#bhajan #song #aavosatsangmaa #bhajansong #gujarati #gujarati #religioussong #hindi #devotionalsong #spiritualsong #bholenath #shravan #ભજન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: