વાગરા: વાલી મિટિંગ એટલે વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ
Автор: A.T. NEWS
Загружено: 2024-12-16
Просмотров: 134
Описание:
#wagra #video #Schoolman #media #gujarat વાગરા: વાલી મિટિંગ એટલે વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ : જુંજેરા સ્કૂલ ખાતે વાલી મિટિંગ યોજાઈ, મોટી સંખ્યામાં વાલીઓ-માતાઓ હાજર રહ્યા..
શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે. :- મુખ્યત્વે શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. ૧.વાલી ૨. વિદ્યાર્થી ૩. શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે. સમય બદલાયો વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહી પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે શાળાઓ સાથે કુટુંબ(સમાજ) નું જોડાણ આજના સમયનો નવો વિચાર છે. બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને નિર્ણયો લે તે ખુબ જરૂરી છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો હોય છે. જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે. વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તેજ હોવી જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે. જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતાથી વાકેફ થઈને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે છે.
વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ-માતાઓ હાજર રહ્યા :- વિદ્યાર્થીઓનું કઇ રીતે ઘડતર થઇ રહ્યું છે. તેમજ વિદ્યાર્થીઓની સતત પ્રગતિથી વાલીગણને અવગત કરાવાના હેતુસર તેમજ પરિવાર અને સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે જુંજેરા સ્કૂલ પરિવાર દ્વારા વાલી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ. ૧૬/૧૨/૨૦૨૪ ને સવારે 9 કલાકે વાગરા સ્થિત જુંજેરા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રગટાવી પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય સહિત શિક્ષકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત શિક્ષકો તેમજ આચાર્ય હિતેશ ભાઈએ ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જરૂરી સંબોધન કર્યું હતું. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જેમાં જુંજેરા વિદ્યાલય વાગરાની બેસ્ટ સ્કૂલ હોવાંનું જણાવી વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. ઉપસ્થિત વાલીઓએ પણ પોતાના વિચારો રજૂ કરી હાજરજનોને સંબોધન કર્યું હતું. તેમજ શાળા પરિવાર દ્વારા આગામી પરીક્ષા અંગે પણ વિદ્યાર્થીઓ સહિત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટીગણ જેમાં રાણા સાહેબ, સ્કૂલના આચાર્ય હિતેશ કુમાર, શિક્ષકગણ, વાલીગણ, માતાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના ટ્રસ્ટી નિમેષભાઈ પંચાલ જેઓ અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. પરંતુ તેઓએ ટેલિફોનિક વાતચીતથી ઉપસ્થિત લોકોમાં હાજર થઈ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત હોવા ન છતાં તેઓએ પોતે ઉપસ્થિત હોવાની અનુભૂતિ કરાવા બદલ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાથેજ શાળા પરિવારે પણ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
14 વર્ષ પેહલા શાળાની શરૂઆત કરાઇ હતી. :- ઉલ્લેખનીય છે, કે વાગરાના અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિદ્યાલયની સ્થાપના વર્ષ 2010-11 માં થઈ હતી. ટ્રસ્ટીમંડળ સહિત શિક્ષકગણના અથાગ પ્રયત્નો થકી કોરોના કાળના કપરા સમય બાદ પણ આજે આ શાળા વટવૃક્ષ બનીને અડીખમ છે. અને પોતાની એક આગવી છબી ઉભી કરી છે. અને તેથીજ અહીંયા વાગરા સહિત આસપાસના ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. અહીંયા શિશુ 1 થી લઈ ધોરણ 10 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં કોમ્પ્યુટર ક્લાસ, લેબોરેટરી, રમત ગમતનું મેદાન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. જુંજેરા વિદ્યાલયમાં હાલ કુલ 325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ટ્રસ્ટીગણ બાદ શાળાની આ સિદ્ધિનો શ્રેય શાળાના પ્રિન્સિપાલ હિતેશ કુમારને જાય છે. હિતેશ કુમાર છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી જુંજેરા સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે કાર્યરત છે. તેમજ તેઓની ધર્મપત્ની પણ શાળામાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. હિતેશ કુમાર હંમેશા શાળાના કામોમાં જોતરાયેલા જોવા મળે છે. અને તેઓ સ્કૂલ ટાઈમ સિવાય પણ હર હમેશ સ્કૂલની ચિંતા કરતા હોય છે. તેઓની મહેનતના સ્વરૂપેજ શાળાના પરિણામમાં પણ દર વર્ષે સુધારો જોવા મળે છે. અને એટલેજ વાલીગણમાં પણ તેઓની પ્રશંશાઓ થઈ રહી છે. મોટી સંખ્યામાં વાલી મિટિંગમાં હાજર રહેવા બદલ આચાર્ય હિતેશ કુમારે શાળા પરિવાર વતી સૌનો આભાર માન્યો હતો. અંતે ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો: આચાર્ય હિતેશ કુમાર :- જુંજેરા વિદ્યાલયના પ્રિન્સિપાલ હિતેશ કુમારે વાલીઓને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે જો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે. આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૃપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તે પિતા જાણતા નહિ. અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ. પરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. મા-બાપ બાળકના ભણતરની બાબતે સતત ચિંતીત રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે. આથી વાલીઓએ શાળાના સમય દરમિયાન બાળક શું કરે છે તેની માહિતી સંતાનોને હળવાશથી પ્રશ્નો પૂછીને મેળવવી જોઈએ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: