સોમવતી અમાસ નું નવું કિતૅન ||લખેલું છે|| kirtan
Автор: Vrunda Satsang Mandal
Загружено: 2025-08-22
Просмотров: 2499
Описание:
સોમવતી અમાસ શ્પેશિયલ નવું કિતૅન ||લખેલું છે|| kirtan @VrundaSatsangmandal
શ્રાવણ માસ અમાસ નું આ પીપળાનું કિતૅન છે જે પાંચ દેવોનો પીપળામાં વાસ છે જેનું મહત્વ સમજાવતું કિતૅન પંસદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી અવનવા કિતૅન ના વિડિઓ તમારા સુધી પહોંચી શકે🙏 જય શ્રી કૃષ્ણ🙏🌺🙏
લખેલું કિતૅન
lyrics
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
પીપળામાં પાંચ દેવોનો વાસ છે
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
ભૂમિના મુળમાં બ્રહ્માજી બિરાજે
થડમા તો ઠાકોર ભગવાન છે
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
ડાળીએ તો દામોદર બેસશે
પાનમાં તો પુરષોત્તમ ભગવાન છે
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
મસ્તકે તો મહાદેવ બીરાજે
પુજન કરવા થી દુઃખ દુર થાય છે
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
ધુપ દીપ કપુર પુષ્પો લઈએ
અબીલ ગુલાલને ચંદન ચડાવીએ
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
સુતર ના તાંતણા થી પ્રદક્ષિણા કરીએ
પાંચેય દેવ ના શરણે નમીએ
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
જે કોઈ પીપળા નો મહિમા ગાશે
એનો અખંડ ચૂડલો રે રહેશે
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
ગાશે વાશે વૈકુંઠ જાશે
વ્રજમાં એનો વાસ રે થાશે
ચાલો બેનુ પીપળો પુજવાને જાઈએ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: