નરસિંહ મહેતા ના ઘરે પ્રભુજી પધાર્યા | શ્રાદ્ધ નુ ભજન | રામજી મંદિર મંડળ | લખેલું છે | સત્સંગ
Автор: રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા
Загружено: 2023-10-11
Просмотров: 233
Описание:
નરસિંહ મહેતા ના ઘરે પ્રભુજી પધાર્યા | શ્રાદ્ધ નુ ભજન | રામજી મંદિર મંડળ | લખેલું છે | સત્સંગ
#newbhajan #krishnabhajan #ramjimandir #jayshreekrishna #નરસિંહમહેતા #ramsiyaram #lordkrishna #shraddhabhajan #bhajan #kirtan #mandir #ramji #jayshreeram #ramamandal #jayhanuman #kashtabhanjandev #sarangpur #કષ્ટભંજનદેવ #સત્સંગ #bhakti #ભજન #કીર્તન
----------------------------------- લખેલું છે --------------------------------------------
નરસિંહ મેહતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે
પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે
ચોરે ને ચોખટે એક જ વાત થાય રે
ઘરમાં નથી ધાન એ તો શ્રાદ્ધ શેના કરશે રે
નાગરની નાત ભેગી થઈને વાતું કરે રે
નરસિંહ મહેતાને આપડે નાત બારો મેલિયે રે
સવાર થયુંને મેહતા ઘી લેવા હાલ્યા રે
આખા ગામમાં ફરી વળ્યાં કોઈએ ઘી નો દીધું રે
માણેક મેહતી તો વાત એવી કરે રે
ઘરમાં નથી ઘી મારે શ્રાદ્ધ શેના કરવા રે
એક વૈષ્ણવ વેપારીએ બોલાવ્યા રે
આવો મેહતાજી મારી દુકાન પાવન કરો રે
વેપારીએ ભાવથીને ભજન ગવડાવ્યા રે
શ્રાદ્ધ કરવાનું મેહતા ભાન ભૂલી ગયા રે
બપોર વેળા થાતી આવે મેહતી રાહ જોવે રે
ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે
નરસૈયાનું રૂપ લઈને વાલો મારો આવે રે
પિતાજીનું શ્રાદ્ધ મારે વાલજીએ કર્યું રે
મેહતાજી બપોર વેળા ભજન કરી ઘેરે આવ્યા રે
ત્યાંતો મારા વાલજીએ કામ પૂરું કયું રે
નરસૈંયાના પિતાજીનું શ્રાદ્ધ જે કોઈ ગાશે રે
ભાવેથી ગાશે એનો વૈકુંઠ વાસ થાશે રે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: