સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અજવાળા - દક્ષા બેન - જન્માષ્ટમી કિર્તન 2024
Автор: Nimavat Vasantben
Загружено: 2024-08-22
Просмотров: 54992
Описание:
સાતમ આઠમના છે દાડા
ગોકુળમાં થયા અંજવાળા
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
મથુરાની જેલમાં કાનજી જનમીયા
વાસુદેવ ટોપલામાં મેલીને ચાલીયા
યમુનાએ મારગ બતાવ્યા શેષનાગની છે છાયા
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
નેહડા શણગારશું ને ખારેક વેચાવશું
ઢોલ રે વગડાવી ગોળધાણા વેચાવશું
આજે કહું છું તને લાલો ઠાકર જીવથી એ વાલો
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
રથડાં શણગારશું ને હાથી ઘોડા લાવશું
આખા રે જગતમાં બૂમો રે પડાવશું
માખણ ખાતો મારો વાલો આવ્યો ભરવાડ નો જમાનો
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
ભાઈબંધો નો ભાઈબંધ વાલો યારો નો યાર છે
દોસ્તારો નો દોસ્તાર એ આહિર ભરવાડ નો ભગવાન છે
સખી મંડળ એમ કે છે તું આગળ અમે પાછળ
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: