સોળ શ્રાદ્ધ નો મહિમા ( કીર્તન લખેલું નીચે આપ્યું છે ) Sol Shradh No Mahima | shradh na bhajan
Автор: p jalaram studio
Загружено: 2023-09-29
Просмотров: 2052
Описание:
સોળ શ્રાદ્ધ નો મહિમા ( કીર્તન લખેલું નીચે આપ્યું છે ) Sol Shradh No Mahima | shradh nu mahatva
Shradhanajali: શ્રાદ્ધ ના ભજન નીચે ટચ કરો • શ્રદ્ધાંજલિ કીર્તન | શ્રદ્ધાંજલિ ના ભજન | ...
રાગ - અંબા અભય પદ દાય ની રે
શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણશે રે
એના પિતૃ પરમ ગતિ માણે મારા વ્હાલા ...
પૂનમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના મનોરથ ફળશે મારા વ્હાલા...
એકમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
કુટુંબ સહિત તરી જાશે મારા વ્હાલા....
બીજના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એ તો પિતૃ ના આશિષ પામે મારા વ્હાલા....
ત્રીજ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એની કુળદેવી આપે આશીર્વાદ મારા વ્હાલા....
ચોથ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
પુરણ પામે સુખ મારા વ્હાલા....
પાંચમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના પિતૃ પ્રસન્ન થઈ જાય મારા વ્હાલા....
છઠ્ઠ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના વંશ ની વૃદ્ધિ થાય મારા વ્હાલા....
સાતમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના રોગ દોષ ભાગી જાય મારા વ્હાલા....
આઠમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના પિતૃ ને મોક્ષ મળી જાય મારા વ્હાલા....
નવમીના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એની નારાયણ કરશે સહાય મારા વ્હાલા...…
દશમ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના મંગલ કાર્ય જણાય મારા વ્હાલા....
એકાદશી ના શ્રાદ્ધ નાખશે રે
એની મનોકામના પુરણ થાય મારા વ્હાલા....
બારસ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના પિતૃ કદી ના પીડાય મારા વ્હાલા....
તેરશ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
તે તો પુરણ બ્રહ્મ ને પામે મારા વ્હાલા....
ચૌદશ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એને ધન સંપતિ પ્રભુ આપે મારા વ્હાલા....
અમાસ ના શ્રાદ્ધ જે કોઈ નાખશે રે
એના પિતૃ તે સ્વર્ગે જાય મારા વ્હાલા....
સોળ શ્રાદ્ધ જે કોઈ જાણશે રે
એનો ભાવનો ફેરો ટળી જાય મારા વ્હાલા...…
#Shradh_paksha_bhajan_gujarati
#shradhanjali
#shradh
#shradhanjalibhajan
#gujaratibhajan
#bhajan
#kirtan
#pjalaramstudio
#krishnabhajan
#surekhabenpanchal
#કીર્તન
#ભજન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: