ગંગા ઉત્ત્પત્તિ નું ભજન | ગંગા ઉત્ત્પત્તિ તમે સાંભળો રે | The Vaishnav Parivar | ભજન નીચે લખેલું છે
Автор: The Vaishnav Parivar
Загружено: 2025-06-04
Просмотров: 415
Описание:
ગંગા ઉત્ત્પત્તિ તમે સાંભળો રે
ગાવો ગંગાના ગુણ મારા વાલા
સગર રાજાએ યજ્ઞ આદર્યો રે ઈન્
ઈન્દ્ર ને ચિંતા થાય મારા વાલા
અશ્ચને છૂટો કર્યો રે
અશ્ચને ઈન્દ્ર પકડી જાય મારા વાલા
કપીલ મુનીના આશ્રમે રે
અશ્ચને બાંધ્યો ત્યાં ય મારા વાલા
સાંઈઠ હજાર પુત્ર દોડીયારે
અશ્ચને દીઠો ત્યાં ય મારા વાલા
ત્રુષી સમાધી માં થી જાગ્યા રે
સાંઈઠ હજાર ભસ્મ થાય મારા વાલા
અસુર ગતિને પામ્યા રે
રણમાં પ્રેત થાય મારા વાલા
રાય ત્રુષી ને વિનવે રે
કંઈક બતાવો ઉપાય મારા વાલા
સ્વર્ગથી ગંગા કોઈ લાવશે રે
પિતૃની તૃપ્તી થાય મારા વાલા
અંશુમનના દિલીપે તપ કર્યા રે
ન રીઝયા ગંગા માત મારા વાલા
પેઢીયુની પેઢીયે તપ કર્યા રે
ન આવ્યા ગંગા માત મારા વાલા
ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે
કઠણ કર્યા તપ મારા વાલા
ભગીરથે ભોળાનાથ આરાધ્યા રે
રીઝયા છે ઉમીયા ના નાથ મારા વાલા
પિતૃની તૃપ્તી કરવા રે
આવોને ગંગા માત મારા વાલા
વિષ્ણુ દેવ તમને આપશે રે
ધરો વિષ્ણુનું ધ્યાન મારા વાલા
ભગીરથે વિષ્ણુને આરાધ્યા રે
રીઝયા છે લક્ષ્મીના નાથ મારા વાલા
પિતૃની તૃપ્તી ના કારણે રે
આવો ને ગંગા માત મારા વાલા
ચરણ માં થી પ્રગટ કર્યા રે
પ્રગટ થયા ગંગા માત મારા વાલા
ગંગા કહે છે હું ઉતરૂ રે
પૃથ્વી પાતાળમાં જાય મારા વાલા
ઝીલનારા જો કોઈ મળશે રે
તમે આવોને પૃથ્વી માત મારા વાલા
ભોળાનાથ કહે અમે ઝીલશું રે
ઝીલશુંજટાની માંય મારા વાલા
ગંગાજી ને ગર્વ થયો રે
સમાણા જટાની માંય મારા વાલા
ભગીરથે કર જોડીયા રે
છોડોને ગંગા માત મારા વાલા
ગંગાનો ગર્વ ઉતર્યો રે
છોડી છે એક જ લટ મારા વાલા
ખળખળ જળ વહેવા લાગ્યુ રે
નીકળી છે ત્રણ ધાર મારા વાલા
આગળ ભગીરથ ચાલ્યા રે
પાછળ ગંગા માત મારા વાલા
જમ્બુ ત્રુષીના આશ્રમે આવ્યા રે
તમે ખસોને ત્રુષીરાય મારા વાલા
ભગીરથને ગર્વ થયો રે
આચમન કરી જાય મારા વાલા
પિતૃની તૃપ્તી ના કારણે રે
તમે છોડો ને ગંગા માત મારા વાલા
સાથળમાં થી પ્રગટ કર્યા રે
એના પિતૃની તૃપ્તી થાય મારા વાલા
પ્રયાગથી ત્રુશ્રિકેશ ગયા રે
ત્યાંથી દરીયામાં જાય મારા વાલા
ધન્ય ભગીરથ રીઝયા રે
લાવ્યા છે ગંગા માત મારા વાલા
પરીયાના પરીયા તરીયા રે
અંતે વિમાન માં જાય મારા વાલા
પિતૃના પિતૃ તરીયા રે
અંતે વિમાન માં જાય મારા વાલા
ગંગા ઉત્પત્તિ જે કોઈ સાંભળે રે
એના પિતૃની તૃપ્તી થાય મારા વાલા
ગાય શીખે ને સાંભળે રે
નિત્ય ગંગામાં નાય મારા વાલા
ગંગા ઉત્ત્પત્તિ તમે સાંભળો રે
ગાવો ગંગાના ગુણ મારા વાલા
#એકાદશી સ્પેશીયલ
#ekadashi
#મહાપ્રભુજીની વધાઇ
#YamunaMaharani
#PushtiParivar
#GujaratiKrishnaBhajan
#GujaratiDhun
#GujaratiKirtan
#VaishnavBhajan
#VaishnavKirtan
#Gujarati
#Bhajan
#Kirtan
#dhun
#dhoon
#Lokgeet
#YamunaAarti
#Shreenathji
#Shrinathji
#Krushna
#Krishna
#NitaGovani
#TheVaishnavParivar
#જન્માષ્ટમી
#hindolabhajan
#Hindolaspecial
#કાનુડાનાભજન
#જન્માષ્ટમીસ્પેશીયલ
#janmashtamispecial
#નવવિલાસ
#યમુનાજીભજન
#હોળીનારસીયા
#હોળીભજન
#holi
#shriVallabh
#મહાપ્રભુજીની વધાઇ
#જન્માષ્ટમી
#યમુનામહારાણી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: