21 દિવસ…અનુભૂતિની દિવ્ય યાત્રા SGVP મેમનગર ગુરુકુલને આંગણે મહાવિષ્ણુયાગ || Divine Documentary
Автор: Gurukul Parivar
Загружено: 2026-01-13
Просмотров: 3498
Описание:
21 દિવસ… અનુભવની દિવ્ય યાત્રા
SGVP મેમનગર ગુરુકુલને આંગણે આયોજિત ભવ્ય અને દિવ્ય 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ માત્ર એક વૈદિક વિધિ નહોતી, પરંતુ ગુરુકુલ પરંપરાની અખંડ વૈદિક જ્યોતને વિશ્વશાંતિના સંકલ્પ સાથે પ્રજ્વલિત કરતો એક ઐતિહાસિક આધ્યાત્મિક મહોત્સવ હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર – અમદાવાદ સંસ્થાની સુવર્ણ જયંતી મહોત્સવના પાવન અવસરે આયોજિત આ મહાયજ્ઞમાં ભારતવર્ષના 1008 તીર્થોની પવિત્ર માટીથી નિર્મિત યજ્ઞશાળામાં અગ્નિનારાયણ દેવ સાક્ષાત્ દેવરૂપે વિરાજમાન રહ્યા. ચાર વેદોની જીવંત ઉપસ્થિતિ સમાન આ યાગમાં શાસ્ત્રોક્ત વિધિઓ, મંત્રોચ્ચાર અને આહુતિઓ દ્વારા સમગ્ર પરિસર વૈદિક ચેતનાથી પ્રભાસિત બન્યો.
હજારો હરિભક્તો દ્વારા દિવસ-રાત ચાલતી અવિરત પ્રદક્ષિણાએ આ યજ્ઞને આત્માની યાત્રા બનાવી દીધી. દરેક પગલે ભગવાનની કૃપાનો અનુભવ થતો અને સમગ્ર વાતાવરણ ભક્તિ, શાંતિ અને અલખની મસ્તીથી ભરાઈ જતું.
દરરોજ પ્રભાતે શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકથી યાગનો આરંભ થતો. સૂર્યનારાયણના પ્રથમ કિરણો સાથે સર્જાતી આ આધ્યાત્મિક અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેવી નહોતી. પવિત્ર સંતોની ઉપસ્થિતિ, બહેનોભક્તો દ્વારા સમૂહ પૂજન, ઐતિહાસિક બ્રહ્મચોરાસી, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્ય કથાઓ, ચાર વેદોની પારાયણ અને દરરોજ નીકળતી ઠાકોરજીની દિવ્ય પાલખી યાત્રાએ આ યજ્ઞને વિરાટ સ્વરૂપ આપ્યું.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા, પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિ થી આ મહાવિષ્ણુયાગ વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ અને માનવમાત્રના હિતાર્થે સફળતાપૂર્વક સંપન્ન થયો.
આ ડોક્યુમેન્ટરી સનાતન સંસ્કૃતિની જીવંતતા, વૈદિક પરંપરાની દિવ્યતા અને SGVP મેમનગર ગુરુકુલના આધ્યાત્મિક વૈભવને અનુભવી લેવાની એક અનોખી યાત્રા છે.
🙏 આ દિવ્ય યાત્રાનો અનુભવ કરવા માટે વિડિયો અંત સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: