વાયક આયા રૂપાદે ભજન VAYAK AAYA RUPADE jamale padharo | KUMAR SOLANKI કુમાર સોલંકી રૂપાદે માલદે ભજન
Автор: Jantar Mantar Music
Загружено: 2025-12-03
Просмотров: 63146
Описание:
વાયક આયા રૂપાદે ભજન VAYAK AAYA RUPADE jamale padharo | KUMAR SOLANKI કુમાર સોલંકી રૂપાદે માલદે ભજન Rupade Ni Mojadi
Rupade malde itihas bhajan Rupade bhajan
Upade ni mojadi Rupade Malde Sangit rupak bhajan ✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓
Titel. Rupade vayak રૂપા દે વાયક Rupade NI Mojadi
Singer Kumar Solanki કુમાર સોલંકી Rupade Ni mojadi
Lyrics Rupade sati #Rupadenimojadi
Music 🎵 Kumar solanki કુમાર સોલંકી
રેકોર્ડિંગ અવરોહ સ્ટુડિયો મેલોસણ 9824747410
Design Uttambhai Sundesha
#rupadevi #rupademaldebhajan #રૂપાદેભજન
#bhajan #kumarsolanki #Deshibhajan
સતી રૂપાદે ( ગુરુ મેઘધારુ )
આદલ ખોલો માયલાને જાણો
સતી રૂપાદે નો જન્મ સવંત પંદરમી સદીમાં રાજસ્થાનના ઝાલાવાડી જિલ્લાના વીણનગર ગામમાં રાજપૂત સમાજ માં પિતા જેસિંગ મોરે ને ત્યાં થયો હતો. પિતા જેસિંગ ભાલો રાખતા જેથી તેમને જેસિંગ ભાલીયા તરીકે ઓળખવામાં આવતા હતા. એક વખત રૂપાદે ખેતરમાં રખોપું કરતા હતા. ત્યાં એક દીપડો આવ્યો જેને ભગાડવા માટે રૂપાદે એ ગોફણ માં પથ્થરો રાખી જોરથી ઘા કર્યો. જે દીપડાની ખોપરીમાં બંદૂકની ગોળીની જેમ ખુશી ગયો. દીપડો ત્યાં જ મૃત્યુ પામ્યો રૂપાદે દીપડાને ઢસડીને ખેતરની બહાર કાઢતા હતા તે દ્રશ્ય શિકારે નીકળેલ મેવાસા ના રાજા માલદે રાઠોડે જોયું .રૂપાદે સાહસિક ઉપરાંત અતિ રુપવાન સ્ત્રી હતી. તેથી તે તેના ઉપર મોહિત થઈ ગયા તેમની સાથે લગ્ન કર્યા રૂપાદે ના સંપર્ક થી રાવળ માલદે પણ મેઘધારુ ના શિષ્ય બન્યા.
રાવળ માલદે ને જગાવવા માં ગુરુ મેઘધારૂ ઉપરાંત અજમેર માં આવેલ ખ્વાજા પીર ની દરગાહ ના તે વખતના મૂંજાવર કતિબશાહ જેઓ રામદેવપીર ના શિષ્ય હતા તેમણે ઘણી પ્રેરણા આપી હતી.
રૂપાદે ના ગુરુ મેઘવાળ જ્ઞાતિ ના હતા જેથી મીરાબાઈ ની જેમ રૂપાદે ને પણ ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડી. રૂપાદે જોધપુર તેમના રાજ દરબાર માંથી ધ્યાન ભજન માટે ગુરુ મેઘધારુ પાસે રાત્રિના સમયે જાય છે. તેનો ખ્યાલ પતિ રાવળ માલદે ને આવે છે. રાત્રિના સમયે નીચલા સમાજના માણસો સાથે રાજ રાણી રૂપાદે હળે મળે નાચે ગાય તે કેમ પોસાય ? જેથી એક દિવસ અતિ ક્રોધિત થઈ રૂપાદે ને મારવા જાય છે. રૂપાદે ત્યાં ન મળવાથી તેમની મોજડી લય. રાજમહેલ માં આવે છે રૂપાદે તે ની મોજડી માટે આરાધ કરે છે. વાણી મુજબ આરાધે મોજડી ઉતારી એવો ઉલ્લેખ મળે છે ગમે તે કારણે રાવળ માલદે ને ભક્તિનો રંગ લાગી જાય છે. કતીબશાહ બાદશાહ અને રૂપાદે ના સંગથી મેઘધારૂનું શિષ્યત્વ સ્વીકારે છે. તે વખતે અંજારમાં જેસલ અને સતી તોરલ હયાત હોય છે. તેમને મળવા માલદે રૂપાદે કચ્છ તરફ આવે છે.
માલાજાર રાજસ્થાનમાં તેઓ મળે છે. ત્યાં જેસલે પીપળ તથા માલદે એ જાર વાવી જે બંને વૃક્ષો આજે મોજૂદ છે. સતી રૂપાદે એ જ્યારે અંજારમાં જેસલ પીરે સમાધી લીધી ત્યારે રાજસ્થાનમાં જ્યા સંત મેળાવડો હતો. ત્યાં પાટની જ્યોતને ઝાંખી પડતી જોઈ ને કહ્યું કે અંજારમાં જેસલ પીરે સમાધિ લઈ લીધી છે. સતી તોરલ ત્યારે સતી રૂપાદે ને ત્યાં હતા ત્રણ દિવસે સર્વે સંતો ગુરુ ઉગમશી મેઘધારુ સાથે અંજાર પહોંચ્યા ત્યારે સતી રૂપાદે એ કરેલ આગાહી સાચી પડી હતી.
રૂપાદે ના ભજન ની પ્રથમ કડીમાં સત્યની અનુભૂતિ ભરપૂર છે માલ દે ને સંબોધીને કહે છે. આ દલ ખોલો એટલે ભીતરના ગગનમાં સુરતાની ચાવી લઇ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી આત્મા ના સ્વયં પ્રકાશ ના લોક માં પ્રવેશ કરો અનહદ નાદ ભીતર ગગનમાં આપમેળે ગુંજી રહ્યો છે.
ભજન ની બીજી કડીમાં રૂપાદે કહે છે જ્ઞાન હીણા ગુરુ મત કરના , સુરતા વિનાના બેઠા ચેલા રે એ કહેવાતા જ્ઞાનીઓ ધર્મ ગુરુઓ થીબચવા માટેની ભલામણ કરે છે રૂપાદે ખરેખર જ્ઞાનિ તેને કહે છે જેણે ભીતરના ગગન માં જોયું છે જોઈને જાણી ને બોલે છે જે સાંભળી તે બહાર જોઇને બોલે છે. તેને જ્ઞાન હિણા પોકળ ગુરુ કીધા છે. તેમની પાસે સુરતા વિનાના માનીને બેસી રહેનારા ચેલાની કતાર હોય છે. આવા ગુરુ ભીતરમાં કામી , ક્રોધી , લોભી હોય છે.
રૂપાદે ગંગા સતી જેવી જ વર્તમાન પલના મૂલ્યની વાત કરે છે ગંગાસતી કહે છે પાનબાઈ વીજળીને ચમકારે મોતી પરોવો નહિતર અચાનક અંધારા થાય આવેલો અવસરિયો ભેળાય એમા એ જ માલ દે ને કહેવાનું છે પરંતુ રૂપાદે બીજી એક વાત સાથે જોડે છે એ જ કડી કમાલની છે. કહે છે જાગો મારા જુના જુના જોગી રે તમે પૂર્વ ના જુના જોગી છો પરંતુ ભોગના સંગે ભળવાથી મૂળ માં તમે યોગી છો તે ભૂલી ગયા છો હવે જાગો નહિતર અમૂલ્ય અવસર હાથમાંથી જતો રહે છે. અને પછી પસ્તાવો થશે કાંઈ થઈ શકશે નહીં.
જે પરમાત્માએ જીવન આપ્યું છે તે અરૂપ સોનાની નગરી છે. એમાં રૂપ ના કાંગરા છે એને કર્મમાં બંધાઈને કુ કર્મી રૂપી કાંટાની વિકાર રૂપી વાડ ન કરવા રૂપાદે માલદે ને જણાવે છે શરીર એ કુષો છે. એમાં મન કસ્તુરી છે આવી મોંઘી વસ્તુ ને વિવેકથી વાપરવા ભલામણ કરે છે પોતાના ઘટમાં પ્રાણ રૂપી ઘોડો છે. પછી ધરતી ઉપર પગે શા માટે ચાલવું પ્રાણ રૂપી ઘોડા પર સવારી કરી સંતના શબ્દ જે તરફ ઈશારો કરે તે તરફની યાત્રા કરવાની છે.
જેને યોગ ભક્તિ ધ્યાન માં રસ નથી તેવા મન મૂખીને ધ્યાન સાધના ના રહસ્યની વાત ન કરવા રૂપાદે કહે છે તેવાઓને કહેવાથી પસ્તાવા નો વારો આવે છે અને શક્તિ નષ્ટ થાય છે.
સતી રૂપાદે એ દેહ ત્યાગ કર્યો તે સમાધી ની ઘટના અદભૂત છે. રાજસ્થાન બારમેર તાબે તલાવડી લુણી નદીના કાંઠે જ્યાં ગેબીનાથ ના ગુરુ મલ્લિનાથ ની સમાધિ આવેલ છે ત્યાં રાવળ માલદે , એલું અને દેલુ કુંભાર નામદેવ છિયાએ સતી રૂપાદે ને સમાચાર મોકલી તેઓ સમાધિમાં બેસી ગયા આ બનાવ રૂપાદેએ રથમાંથી નીચે ઉતરતાની સાથે જોયું રૂપાદે આવીને રાવળ માલદે ની સામે જોતાની સાથે જ તેમના પ્રાણ નીકળી ગયા આ સમાચાર તાત્કાલિક મારવાડમાં ફેલાઈ ગયા. જેથી સાધુ સંતો તેમની
સમાધિ એ આવ્યા અને ભજન કીર્તન કરી ઉત્સવ મનાવ્યો અને સતી રૂપાદે તથા રાવળ માલદે ને આખરી વિદાય આપી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: