૧૦૦ વરસ જુના બ્રહ્મક્ષત્રિય નારસીદાસ બાવા ભાઈ ના ગાંઠીયા || Narshidas Bavabhai na Gathiya Bhavnagar
Автор: jigarPatel Vlogs
Загружено: 2020-09-07
Просмотров: 169761
Описание:
ભાવનગરી ગાંઠીયા નો ઈતિહાસ અને આજે ફેમસ છે પુરા ભારત મા Brahmakshatriya Narshidas Bavabhai Namkeen
1920 માં ભાવનગરના ખારગેટ પાસેના એક ખૂણામાં બ્રહ્મક્ષત્રિય નરસીદાસ બાવાભાઈએ ગાંઠિયાની દુકાન શરૂ કરી. રેલવે સ્ટેશને જવા માટે ખારગેટ પાસેથી પસાર થવું પડે એટલે મુસાફરો આ દુકાન પાસેથી પસાર થાય. મુસાફરીમાં કશુંક કટકબટક કરવા જોઈશે એમ માની લોકો ગાંઠિયાના પેકેટ બંધાવતા જાય. મુસાફરીના સાધનોમાં ફક્ત રેલવે જ હતી એટલે મુસાફરોની સંખ્યા પણ ઘણી રહેતી. બહુ જલદીથી આ દુકાનના ગાંઠિયા લોકપ્રિય થઈ ગયા. મુસાફરો જેને ત્યાં જતા એમને પણ આ ગાંઠિયાનો સ્વાદ માણવા મળતો અને પછી એક રિવાજ થઈ ગયો કે કોઈને ત્યાં જઈયે તો નરસી બાવાના મરીવાળા ગાંઠિયા લેતા જવાંના. લોકોને આખું નામ બોલતા કષ્ટ પડતું એટલે અપભ્રંશ થઈને દુકાન નરસી બાવાના ગાંઠિયા તરીકે ઓળખાવા લાગી.
ભાવનગરમાં ખત્રી એટલે કે કાપડનું રંગાટી કામ કરતા લોકોની વસતિ ઘણી હતી અને છાટબાર, પડીયા, બોસમિયા, જગડ, મામતોરા અટકો ધરાવતા કુટુમ્બો હતા. નરસી બાવાની અટક છાટબાર હતી પણ મૂળ જ્ઞાતિ બ્રહ્મક્ષત્રિય હતી એટલે દુકાન ઉપર લખવામાં આવેલું, ‘બ્રહ્મક્ષત્રિય નરસીદાસ બાવાભાઈ’. મરીવાળા ગાંઠિયા બનાવીને નરસી બાવાએ ફરસાણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી હતી. ગાંઠિયા તો અનેક જાતના બને પણ મરીવાળા ગાંઠિયાની લહેજત અને સ્વાદ જુદા જ હોય છે.
ભાવનગરના સ્થાનિક લોકો તેને લાડથી અંગુઠીયા ગાંઠિયા પણ કહે છે.
Disclaimer:-
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
follow on instagram :- www.instagram.com/thehungrygujju
#bhavnagar #gathiya #streetfood
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: