મુસ્લિમ શિવભક્ત: છેલ્લા 34 વર્ષથી શ્રાવણ માસમાં પગપાળા શિવાલયે જઈને કરે છે શિવપૂજા
Автор: Satyamanthan I Gujarati News
Загружено: 2025-07-24
Просмотров: 11
Описание:
મુસ્લિમ બિરાદર અહેસાનભાઈ ચૌહાણ કોમી-એકતામાં માને છે. તેઓ છેલ્લા 34 વર્ષથી દરેક શ્રાવણ માસમાં ઘરેથી 11 કિમી દૂર ઈશ્વરીયા મહાદેવના મંદિરે પગપાળા જઈને પૂજા કરે છે.
કોમી-એકતાના અનેક ઉદાહરણો પણ જોવા મળે છે. રાજકોટમાં પણ આવા જ એક કોમી-એકતાની મિસાલ સમા વ્યક્તિ રહે છે. રાજકોટના મુસ્લિમ બિરાદર અહેસાનભાઈ ચૌહાણ રમઝાનમાં નમાજ અદા કરે છે. સાથોસાથ શ્રાવણ માસમાં મહાદેવની પૂજા પણ કરે છે. છેલ્લા 34 વર્ષથી તેઓ પોતાના ઘરેથી 11 કિમી દૂર ઈશ્વરીયા મહાદેવના મંદિરે પગપાળા જઈને પૂજા કરે છે.
અહેસાનભાઈએ જણાવ્યું હતું કે, હું હિન્દુ કે મુસ્લમાન નથી. પરંતુ હું એક મનુષ્ય છું. હું કોમી-એકતામાં માનું છું. હું મહોરમમાં નમાઝ પણ પઢું છું અને શ્રાવણ માસમાં ઉપવાસ કરીને મહાદેવને પ્રાર્થના પણ કરૂં છું. કારણ કે બધા ધર્મ એક જ છે. બસ આપણે તો આપણા માતા-પિતાની સેવા કરવાની છે એક ભાઈચારો બનાવીને રાખવાનો છે. આપણા દેશમાં કોમી એકતા જળવાઈ રહે, હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો ન થાય, તે માટે મેં મહોરમ તથા શ્રાવણ માસમાં પ્રાર્થના કરી છે.
#gujrat #saurashtra #rajkot #topnews #rajkotupdates #breakingnews #rajkotnews #satyamanthan #shivbhakt #muslimshivbhakt
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: