JUNAGADH જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ લોકો માટે ગ્રે કાર્ડ લોન્ચ કરાયું ?શું છે ગ્રે કાર્ડ જાણો?
Автор: only news jnd
Загружено: 2022-02-08
Просмотров: 311
Описание:
જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજના બાદ સિનિયર સિટીઝનો માટે વડિલ સ્વાભિમાન યોજના લોન્ચ કરાઇ છે. વડિલ સ્વાભિમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝનને ગ્રે કાર્ડ આપવામાં આવશે. આ યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને સરકારી કામ માટે અગ્રતા અપાશે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા સમાહર્તા શ્રી રચિત રાજે વડીલ સ્વાભિમાન યોજના હેઠળ ૧૦ લાભાર્થીઓને ગ્રે કાર્ડ વિતરણ કર્યા હતા. પ્રાથમિક તબક્કે આ યોજના માણાવદર અને વંથલી તાલુકામાં લાગુ કરવામાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ વંથલી તાલુકાના ૪૭૪૬ લાભાર્થીઓની યાદી બનાવવામાં આવી છે.
આ યોજના અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકો માટે વડિલ સ્વાભિમાન યોજના શરૂ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં વડીલોની વંદના કરવામાં આવી છે. ત્યારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સરકારી કામમાં લાઇનમાં ઉભુ ન રહેવું પડે, હાલાકી ન ભોગવવી પડે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે, તેથી વધુ વયના નાગરિકોને સરકારી કામમાં અગ્રતા અપાશે.આ તકે કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી, અર્ધ ખાનગી સંસ્થામાં પણ અગ્રતા મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ગ્રે કાર્ડ માટે વંથલી મદદનીશ કલેક્ટરશ્રી હનુલ ચૌધરીએ પહેલ કરી છે. આ પ્રસંગે જૂનાગઢના પ્રાંત અધિકારી ભુમિ કેશવાલા, વંથલી મામલતદાર, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: