"જયરાજસિંહ ગણેશ સામે અવાજ ઉઠાવનારને ખોટા કેસમાં દબાવાય છે જીગીશા પટેલનો આક્ષેપ" જુઓ આ....
Автор: CHAKRAHIT SAMACHAR
Загружено: 2025-05-22
Просмотров: 15
Описание:
પિયુષ રાદડીયા હોસ્પિટલમાં દાખલ, પાટીદાર નેતા અગ્રણી જીગીશા પટેલનો ગંભીર આક્ષેપ: “જયરાજસિંહ-ગણેશ સામે અવાજ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવાય છે”#ચક્રહિત
માહિતી સુત્રો રાજકોટ જિલ્લામાં ચર્ચિત બનેલા બન્ની ગજેરા કેસમાં આરોપી તરીકે પોલીસે કસ્ટડીમાં લીધેલા પિયુષ રાદડીયાની તબિયત અચાનક લથડતા, તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાદડીયા હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત અંગે માહિતી મેળવવા માટે પાટીદાર સમાજના આગેવા નેતા જીગીશા પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
હોસ્પિટલ બહાર મીડિયા સાથે વાતચીત કરતા જીગીશા પટેલે ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે, “આ કિસ્સો માત્ર એક વ્યક્તિનો નથી. જે કોઈ પણ વ્યક્તિ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પિતા-પુત્ર વિરુદ્ધ ઊભો રહે છે અથવા અવાજ ઉઠાવે છે, તેને ખોટા કેસમાં ફસાવવાનો ષડયંત્રાત્મક ઢાંચો અમલમાં મુકાય છે. આ કોઈ એક ઘટના નથી – આ તો લાંબા સમયથી ચાલતી આવેલી મોડસ ઓપરેન્ડી છે, જેના દ્વારા વિરોધીઓને દબાવવામાં આવે છે.”
તેમણે સ્પષ્ટ કર્યુ કે આ પ્રકારના કેસ માત્ર પિયુષ રાદડીયાના નહીં, પણ અનેક એવા ઉદાહરણો છે જ્યાં લોકશાહી અવાજને ખામોશ કરવા તંત્ર દ્વારા પર્દાફાશના બદલે દમન નો રસ્તો અપનાવવામાં આવ્યો છે.
બીજી બાજુ, સામાજિક કાર્યકર અને પાટીદાર આગેવા અલ્પેશ કથીરિયાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે!. તેમણે ગોંડલની સ્થિતિ તથા પિયુષ રાદડીયા અને સંબંધિત કેસોમાં બની રહેલા પ્રેસર અંગે સરકારના ઉચ્ચ પાયે રજૂઆત કરી છે. અલ્પેશે જણાવ્યુ કે અમુક તત્વો પોતાનું પ્રભાવ જાળવી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને આને ગંભીરતાથી લેવામાં આવવું જોઈએ.
આ સમગ્ર ઘટનામાં સવાલો ઊભા થયા છે ?– શું કોઈ ખાસ તત્વોને બચાવવા માટે નક્કી કરેલી individualsને નિશાન બનાવવામાં આવી રહી છે? શું ન્યાયપ્રણાલી અને પોલીસ તંત્રમાં કંઈક એવું ચાલી રહ્યું છે!!!??, જેના કારણે ખોટા કેસમાં લોકોને ફસાવવાનો ટ્રેન્ડ સ્થાપિત થઈ રહ્યો છે?
હવે જોવાની બાબત એ છે કે સરકાર આ મુદ્દે શું પગલાં લે છે? અને શું પદાધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે કે નહીં. પાટીદાર સમાજના આગેવાનોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો આ દમનકારી વલણ બંધ નહિ થાય તો statewide આંદોલનની ચીમકી પણ આપી શકે છે અનેક આ પાટીદાર અગ્રણી જીગીશા પટેલ નિવેદન બાદ સવાલો ની છડી થઈ રહી છે?
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: