નારાયણભાઈ દેસાઈ (Narayanbhai Desai)
Автор: Hidayat
Загружено: 2023-12-24
Просмотров: 49
Описание:
નારાયણ દેસાઈનો જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૨૪માં વલસાડમાં અને ઉછેર ગાંધીજીના સાબરમતી તથા સેવાગ્રામ આશ્રમમાં થયો. ભારતના સ્વતંત્રતા આંદોલન, વિનોબાના ભૂદાન-ગ્રામદાન-ગ્રામસ્વરાજ આંદોલન અને જયપ્રકાશજીનાં શાંતિસેના તથા છાત્ર-યુવા આંદોલનોમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો.તેમની અનેકવિધ લેખનપ્રવૃત્તિઓમાં ચેકોસ્લોવાકિયા, બાંગ્લાદેશ તથા વિશ્વના તરુણ આંદોલનનું વિશ્લેષણાત્મક વિવેચન તેમજ દેશ-વિદેશની અનેક જાણીતી-અજાણી વ્યક્તિઓનાં રોચક શબ્દચિત્રોનો સમાવેશ થાય છે. વિશેષ ઉલ્લેખનીય છે કે નારાયણભાઈએ ગુજરાતીમાં સૌ પ્રથમ ગાંધીજીનું બૃહદ જીવનચરિત્ર “મારું જીવન એ જ મારી વાણી' નામે ચાર ભાગમાં આપ્યું છે જેને ભારતીય ફિલોસોફી તેમજ સંસ્કૃતિ માટેનો ભારતીય જ્ઞાનપીઠનો “મૂર્તિદેવી અવોર્ડ' તેમજ તેમના પિતા મહાદેવભાઈ દેસાઈના જીવનચરિત્ર 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' માટે તેમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ જેવાં પ્રતિષ્ઠિત સન્માન પણ પ્રાપ્ત થયાં છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધ વિરોધી સંસ્થા “વોર રેઝીસ્ટર્સ ઇન્ટરનેશનલ' - WRI ના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. ગાંધીજીએ સ્થાપેલી 'ગૂજરાત વિદ્યાપીઠ'માં કુલપતિપદે તેમની સેવાઓ આપી તેમજ દેશ-વિદેશમાં 'ગાંધીકથા'ના માધ્યમથી ગાંધીવિચારને જનસાધારણ સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહ્યા.
#NarayanbhaiDesai
#Naray
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: