શ્રી કૃષ્ણ નંદજીનો લાલો બન્યો રાજા રણછોડ.કિર્તન (નીચે લખેલુંછે)ગુજરાતી કિર્તન
Автор: Gujarati Kirtan
Загружено: 2025-11-23
Просмотров: 15594
Описание:
Nand jino Lalo bhaniyo Raja ranchod...|Dhun kirtan (niche lakhelu chhe) #dhun #bhajan #kirtan #viral #video #bhajankirtan
શ્રી કૃષ્ણ
નંદજીનો લાલો બન્યો રાજા રણછોડ
ગોપીઓ કહે છે એને માખણનો ચોર
માખણનો ચોર વાલો ચિતડાનો ચોર છે
મોહક છે મુખડું એની આંખડી ચકોર છે
જશોદાના કાળજા ની બન્યો એ તો કોર
નંદજી નો લાલો બન્યો રાજા રણછોડ...
ગોપીઓના ઘેર એ તો ચુપકે થી જાતો
શિકા પરથી માટ ફોડી માખણ એ ખાતો
ગોવાળિયા ને સંગે રહી કરતો એ શોર
નંદજી નો લાલો બન્યો રાજા રણછોડ...
પનઘટમાં આવી ને વેણુ એ વગાડતો
વેણુના સૂરથી રાધા રાણી ને બોલાવતો
રાધા સંગે જોડી લાગે ચાંદ ને ચકોર
નંદજી નો લાલો બન્યો રાજા રણછોડ...
ભાવનો જાણું તારી ભક્તિ નો જાણું
તારા દર્શનથી વ્હાલા આનંદ માણું
જાલી લેને હવે મારા જીવનની ડોર
નંદજી નો લાલો બન્યો રાજા રણછોડ...
ગુજરાતી કિર્તન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: