Java Diyone Maiya Khelva જાવા દિયોને મૈયા ખેલવા | Gujarati Krishna Bhajan by Jayaben Rajawadha
Автор: Jayaben Rajawadha Na Bhajan
Загружено: 2026-01-15
Просмотров: 294
Описание:
જય શ્રી કૃષ્ણ 🙏🌸
આજ નું ભજન – જાવા દિયોને મૈયા ખેલવા
ભજન ના બોલ
જાવા દિયોને મૈયા ખેલવા
ખોટી થાય છે ગ્વાલબાલ નો સંગ રે જશોદા મૈયા ... જાવા દિયોને
ના ના બાલુડા જાવા નહીં દઉં
દૂર વસે છે મોટા મોટા હાઉ રે બાલુડા મારા
આંગણા મૂકીને નવ ખેલીએ
હાઉ બિચારા મને શું કરે
એનો હું તો પલમાં લઉં પ્રાણ રે જશોદા મૈયા ... જાવા દિયોને
ના ના બાલુડા જાવા નહીં દઉં
તું છે મારા કાળજાની કોર રે બાલુડા મારા
આંગણા મૂકીને નવ ખેલીએ
બાળપણ માં આવી માસી પૂતના
તેના મેં તો શોષી લીધા પ્રાણ રે જશોદા મૈયા ... જાવા દિયોને
ના ના બાલુડા જાવા નહીં દઉં
તું છે મારો હૈયા કેરો હાર બાલુડા મારા
આંગણા મૂકીને નવ ખેલીએ
ગાયો માં આવ્યો એક વાછરૂ
તેને મેં તો ઓળખ્યો તત્કાલ રે જશોદા મૈયા ... જાવા દિયોને
પગ જાલીને મેં તો ફેરવ્યો
તેના મેં તો લઈ લીધા પ્રાણ રે જશોદા મૈયા ... જાવા દિયોને
ના ના બાલુડા જાવા નહીં દઉં
તું છે મારો રાંક નો રતન રે બાલુડા મારા
આંગણા મૂકીને નવ ખેલીએ
કાલિન્દી ઘાટ પર હું ગયો
નાથ્યો મેં તો કાળો કાળી નાગ રે જશોદા મૈયા ... જાવા દિયોને
તે દિ નો થયો સુંદર શામળો
શ્યામ સુંદર એવું મારું નામ રે જશોદા મૈયા ... જાવા દિયોને
ના ના બાલુડા જાવા નહીં દઉં
ઘડપણ મળ્યો છે રતન રે બાલુડા મારા
આંગણા મૂકીને નવ ખેલીએ
વલ્લભ ના સ્વામી પ્રભુ શામળા
દેજો અમને ચરણ–કમળમાં વાસ રે
આંગણા મૂકીને નવ ખેલીએ (૨)
જાવા દિયોને મૈયા ખેલવા
ખોટી થાય છે ગ્વાલબાલ નો સંગ રે જશોદા મૈયા
જાવા દિયોને મૈયા ખેલવા (૨)
ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
Like. Comment. Share. Subscribe.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: