જામનગરના ખેડૂતે ઓછા રોકાણમાં સારી આવકનો ફોર્મ્યુલા અપનાવી શરૂ કરી કારેલાની ખેતી
Автор: Local18 Gujarat
Загружено: 2023-05-18
Просмотров: 2512
Описание:
જામનગર : આજનો ખેડૂત પરંપરાગત ખેતીને બદલે બદલાતા ટ્રેન્ડ અને ટેક્નોલોજીની સાથે કદમ મીલાવતો થયો છે. ખાસ કરીને વિવિધ ખેડૂતલક્ષી કાર્યક્રમો, તાલીમ શીબીર અને માહિતી મેળવીને ઓછા રોકાણ, ઓછા સમયમાં વધુ નફો મળે તેવા પાકનું વાવેતર કરતા શીખ્યા છે. એમા પણ સૌરાષ્ટ્રના ખેડૂતો હવે વર્ષમાં સીઝન પ્રમાણે પાક લેવાને બદલે એક સીઝનમાં બેથી વધારે પાકનું વાવેતર કરી ઓછા રોકાણ, ઓછી મહેનત અને ઓછા સમયમાં વધુ આવક મેળવી રહ્યાં છે. આવા જ એક ઉદ્યમી ખેડૂત જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહે છે. તેઓએ માંડવામાં કારેલાનું વાવેતર શરૂ કર્યું અને આજે તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યાં છે.
શિક્ષિત ખેડૂતની શિખામણ કામ લાગી
જામનગરના જોડિયા તાલુકાના નાના એવા હડિયાણા ગામમાં રહેતા ખેડૂત જયસુખભાઈ પીતાંબરભાઈ નકુમ (ઉ.વ. 52)ના ખેતરમાં ચારે કોર કારેલા જ જોવા મળી રહ્યા છે. તેઓના પરિવારમાં પુત્રો સહિત 5 વ્યક્તિઓ છે. જેનું ખેતી થકી ગુજરાન ચલાવે છે. સામાન્ય રીતે શાકભાજીમાં કારેલાનું શાક ખુબ જ ઓછા લોકોને પસંદ હોય છે, પરંતુ ગુણકારી આ કારેલાનું સેવન કરવાનું અનેક ડોક્ટરો પણ કહે છે. જો કે ગુણકારી આ કારેલાની ખેતી કરીને ખેડૂત જયસુખભાઈ નકુમ સફળ બન્યા છે. જયસુખભાઈ નકુમ ગામના એક શિક્ષિત ખેડૂત પાસેથી આઇડિયા મેળવ્યો કે આપણે પણ ઓછા રોકાણમાં સારી આવક થઇ શકે તેવા પાકનું વાવેતર કરવું જોઇએ. આમ તેઓએ કારેલાની ખેતી શરૂ કરી હતી. બાદમાં આઈડિયાને અપનાવી જયસુખભાઈએ ખેતરમાં કારેલાની ખેતી શરૂ કરી હતી. જેમાં પાણી બચાવવા માટે તેઓએ ટપક પદ્ધતિ આપનાવી હતી. હાલ 5 વિઘાથી વધુ જમીનમાં સારા એવા કારેલાનું ઉત્પાદન કરે છે. જેની જામનગર અને રાજકોટ યાર્ડમાં ખુબ જ ડિમાન્ડ જોવા મળે છે.
કિલોના 15થી 30 રૂપિયા સુધીનો મળે છે ભાવ
ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જયસુખભાએ જણાવ્યું હતું કે, કારેલાની ખેતીમાં અમે અનેક જગ્યાએથી માહિતી મેળવી ત્યારબાદ આ નવતર પ્રકારની ખેતીનો અખતરો શરૂ કર્યો હતો. જેમાં સૌપ્રથમ અમે ધોરિયાથી પિયત કરવાનું બંધ કર્યો અને ટપક પદ્ધતિથી કારેલાને પાણી આપીએ છીએ. મારા ખેતરમાંથી તૈયાર થતાં કારેલાના કિલોના 15થી 30 રૂપિયા સુધીનો ભાવ મળે છે. હું રાજકોટ અને જામનગર સુધી કારેલા વેંચવા જાવ છું. હું ખેડૂતોને સલાહ આપવા ઇચ્છું છું કે આજે બાગાયતી પાક અથવા શાકભાજીની ખેતી કરીને સારી એવી આવક મેળવી શકાય છે.
ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે.
Follow us @
/ news18gujarati
/ news18gujarati
/ news18gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: