તમે સોના કેરી દ્વારકા છોડી મારા રામ ડાકોરમાં આવ્યા
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2025-02-17
Просмотров: 20121
Описание:
સોના કેરી દ્વારકા છોડી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
તાળું દીધું મધરાતે તોડી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
ગાડુ લીધું મધરાતે જોડી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
બોડાણા ભગત ની વાલે ટેક રાખી
પધાર્યા છે પોતે વેગે ગાડું હાંકી
ગૂગડીયો સૌ થાક્યા છે ખોળી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
શામળીયા આવી ગોમતીમાં સંતાયા
ગંગાબાઇ ની વાડીએ તોડાયા
દ્વાર દીધા દિલડાના ખોલી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
જે કોઈ તારા દર્શને ડાકોર આવે
દયાળુ દુઃખ કાપી એ સૌ સુખ સૌને આપે
જન્મ મરણના બંધન દે તોડી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
રાજાઓના રાજા શ્રી રણછોડ કહેવાય
લાખો નર નારીઓના હૈયામાં સમાયા
ભવસાગર થી પરદે ઉતારી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
દયાળુ દયા કરી ચરણોમાં લેજો
ભૂલ થાય તો જીવનમાં માફ કરી દેજો
ભક્તો કહે છે બંધન દો તોડી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
જલારામ મંડળની વિનંતી સુણીને
કરજો મારા મંડળની રખે વાળી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી દોડી
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: