ફાધર અશોક વાઘેલા! ચિંતન: ઈસુ, રાજરાજેશ્વર
Автор: Anil Severin
Загружено: 2024-11-23
Просмотров: 2542
Описание:
ઈસુ રાજા? કેવા રાજા? કોના રાજા?
ઇતિહાસમાં સૌથી મહાન માનવી... ઈસુ ; એના કોઈ સેવકો ન હતા છતાં એ માલિક કહેવાયો. એની પાસે કોઈ પદવી ન હતી અને છતાં લોકો તેઓને ગુરુ કહીને બોલાવતા. એની પાસે કોઈ દવા નહોતી છતાં લોકો એની પાસે સાજા થવા જતાં - તેઓ મહાન વૈદ્ય ગણાય. તેઓનું કોઈ સૈન્ય હતું નહી છતાં રાજાઓ પણ એમનાથી થરથરતા. એ કોઈ યુદ્ધ લડ્યા ન હતા છતાં તેઓનું આખી દુનિયા ઉપર વર્ચસ્વ છે. તેઓ કોઈ કિલ્લામાં - મહેલમાં રહયાં નથી છતાં લોકો તેઓને પ્રભુ નામથી સંબોધતા રહયાં છે. તેઓએ કોઈ રાષ્ટ્ર ઉપર રાજ્ય કર્યું નહોતું છતાં લોકો માટે તેઓ રાજાઓના પણ રાજા છે. તેઓએ કોઈ ગૂનો આદર્યો નહોતો છતાં તેઓને ક્રોસ ઉપર લટકાવીને મૃત્યુદંડ દેવામાં આવ્યો. તેઓના શબને કબરમાં દફનાવવામાં આવ્યું અને છતાં તેઓ આજે જીવતી પ્રજાના જીવંત પ્રભુ છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: