શિવ પાર્વતી ના લગ્ન નું ગીત ll નીચે લખેલ છે ll shiv parvatina lagnanu git
Автор: darpi studio
Загружено: 2023-09-19
Просмотров: 1350
Описание:
કીર્તન___________
પહેલા લાગુ ગણપતિ ને પાય રે
વાણી અમને આપજો શારદા માતરે
હિમાલયને બ્રહ્માજીએ મુરત દીધા રે
શિવજી ને ઉમૈયા નો સગપણ કીધું રે
દેવો સૌ હરખે આવ્યા કૈલાશ રે
શિવજી નો વિવાહ જોવાની અભિલાષ રે
થયા સર્વે જાનમાં જાવા ને તૈયાર રે
સૌને અંગે શોભી રહ્યા શણગાર રે
ગળે મુંડમાળા સર્પના હાર રે
અંગે ચોડી ભસ્મને જટા માથે બાંધી રે
શિવે લીધું ત્રિશુલ ડમરૂ હાથે રે
પછી કરી પોઠીયા ની સવારી રે
એવી રીતે બધી કરી તૈયારી રે
વેશ જોઈને વખાણે દેવની નારી રે
નહીં મળે કન્યા એવી કુવારી રે
ભૂત પ્રેત નાચે કુદે ને ગીત ગાય રે
આવે રૂડી જાન ચાલી જાય રે
હિમાલયે વિવાહ માંડ્યો રૂડી રીતે રે
સગા સૌ તેડાવ્યા પુરણ પ્રીતે રે
મંડપમાં સોનાના સ્તંભ રોપાવ્યા રે
આંગણિયે કાઈ મોતીના ચોક પુરાવ્યા રે
હીર અને ચીર ના ચંદરવા રૂપાળા રે
શોભા બહુ નગરની દેખાય રે
આગેવાનો સામૈયું લઈને જાય રે
આજે ઉમિયાજી સાથે શોભે છે સાહેલી રે
ગાય રૂડા ગીત ને હરખાય રે
પછી આવ્યા બ્રહ્માજીને શ્રી ભગવાન રે
સાથે હતા વૈકુંઠ ના વિમાન રે
પહેલું પહેલું મંગળિયું વર્તાય રે
પહેલો મંગલ સોનાના દાન દેવાય રે
દાન દે છે હિમાલય રાજન રે
દાન લે છે કૈલાશ પતિ મહાદેવ રે
બીજું બીજું મંગળિયું વર્તાય રે
બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે
દાન દે છે હિમાલય રાજન રે
દાન લે છે કૈલાશ પતિ મહાદેવ રે
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
ત્રીજે મંગળ ગાયોના દાન દેવાયરે
દાન દે છે હિમાલય રાજન રે
દાન લે છે કૈલાશ પતિ મહાદેવ રે
ચોથું ચોથું મંગળિયું વર્તાય રે
ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે
દાન દે છે હિમાલય રાજન રે
દાન લે છે કૈલાસ પતિ મહાદેવ રે
એમ કરી ચારેય મંગળ વર્તાય રે
ઉમા શિવ આરોગે કંસાર રે
નગરમાં આનંદ ઉત્સવ થાય છે
મંડપમાં વર્તયો છે જય જયકાર રે
પહેલા લાગુ ગણપતિ ને પાય રે
બોલો ઉમા પતિ મહાદેવ ની જય
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: