દીવા કરો દિવા થઈ છે સંધ્યા વેળા || Radhe Krishna kirtan ||કીર્તન નીચે લખ્યું
Автор: Radhe krishna kirtan
Загружено: 2023-07-06
Просмотров: 125334
Описание:
_____દીવા કરો દીવા કરો થશે સંધ્યા વેળા____
દીવા કરો દીવા કરો થશે સંધ્યા વેળા
ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા
આગળ ગાયુને પાછળ ગાયુ
વચ્ચમા શ્રીકૃષ્ણજી મોરલી વગાડે
ગાયો ની ખરીએ થી ઉડે ઝીણી રજ
રજે ભરાણા શ્યામસુંદરના કેસ
સામા મળ્યા ભખુભાણા ની કન્યા
રાધા દુલારી એ વાતે વડગારીયા
કહો ને વાલા કેમ તમે જેલને તોડી
કહો ને વાલા કેમ કરી માસી ને મારી
યોગ બળ કરીને જેલ મેં તો તોડી
સ્તનપાન કરીને માસી ને મારી
કહો નેવાલા ક્યાં તમે ગૌવધેન ચાયરા
કહો ને વાલા ક્યાં તમે વાંસળી વગાડી
વૃંદાવન ની વાટે મેં તો ગોવર્ધન ચાયરા
યમુના ને કાંઠે મેં તો વાંસળી વગાડી
કહો નેવાલા ક્યાં તમે ગોવર્ધન તોય લો
કહો ને વાલા કયાં તમે કાળી નાગ નાઈથો
બારે મેઘ વરસા ત્યારે ગોવર્ધન તોય લો
ગેડી દળે રમતા મે તો કાળી નાગ નાથ
કહો ને વાલા ક્યાં તમે શંખનાદ કીધો
કહો ને વાલા ક્યાં તમે રાસ રમાયડા
શરદ પૂનમની રાતે શંખનાદ કીધો
બંસી વટ ના ચોકે મેં તો રાસ રમાડ્યા
જાવા દે ને ભગુ ભાણાની છોરી
કટાક્ષ કરીને વાલે મટકીને ફોડી
ચુંદડી ભીંજાણી ને રાધાજી સરમાણા
14 ભુવનના નાથે તેમને હૈયે વડગાયડા
ગાયો ચરાવી ગોવિંદ ઘેરે આવ્યા
માતા જશોદા એ આરતી
પિતા નંદબાબા જુવે વારી વારી
બેની સુભદ્રા ઓવારણા લિયે છે
વલ્લભ ના સ્વામી ને અંતરયામી
વ્રજની ગોપી સૌ મહા સુખ પામી
દીવા કરો દીવા થઈ છે સંધ્યા વેળા
જય શ્રી કૃષ્ણ અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
#gujaratibhajan #kirtan #radhekrishnabhajan #satsangi_bhajan #ગુજરાતીકીર્તન #radhekrishna #radhekrishnakirtan #કીર્તન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: