હવસી દેગામાં ની વાત સમાજ ને ટકોર કરે એવી સત્ય ઘટના નો પ્રસંગ
Автор: संकल्प भूमि बुद्ध विहार
Загружено: 2019-02-06
Просмотров: 50803
Описание:
હવશી (અવશી) દેહેગામા
હવશી તારા દહેગામ માં વણકર હશે હજાર,
ધન્ય તારો અવતાર, તું સાંભળ્યો કાશીના ઘાટમાં.
હવશી દેહેગામા નો જન્મ આશરે સંવત 1675 માં દહેગામ ના વણકર પરિવાર માં થયો હતો.
જન્મ ના એક વર્ષ માં માતાપિતા પ્લેગ ના ગઠીયા ના રોગમાં અવસાન પામતા હવશી અનાથ થઈ ગયો.
એવામાં વણકર વાસ માં આવેલા એક રૂડા રબારીએ આ દિલ કંપાવનારુ દ્રશ્ય જોઈને બાળક પ્રત્યે મમતા થઈ ,
અને વરણાવરણ નો ભેદ કે આભડછેટ નો શોષ રાખ્યા વીના નિરાધાર બાળક ને એની સાથે રબારી વાસ માં ઉછેરવા લાગ્યો.
પાંચ વર્ષ નો હવશી થયો ત્યારે રૂડા રબારી ને સીમમાં ગાયો ચરાવતા નાગ કરડવાથી મૃત્યુ પામ્યો.
ફરી થી હવશી નોધારો બની ગયો અને ગામ આખામાં એવી વાત ફેલાઈ કે હવશી અભાગીયો છે.
એક વખત દહેગામ મા ખાખી બાવાઓ ની જમાત આવીને પથારો નાખ્યો.
જમાત ના મુખ્ય બાવા એકલગીરી એ પાધર આવેલા વડલા નીચે દાટેલી ગોદડી લઈ ને પડી રહેતા આ છોકરા વિષે હકીકત મેળવી.
એકલગીરી એ તેમની જમાત મા આ છોકરાને લઈને ઉત્તર ગુજરાતના લોદરા(તા. વિજાપુર) મા લાવ્યા.
લોદરા ના જંગલ મા સાધુ એકલગીરી હવશી ને લઈ ને ચાલ્યા અને જ્યાં સ્વામી રામદાસ તપ કરતા હતા તે ગુફા મા લઈ ગયા.
હવશી ને ગુરુ રામદાસ ની સેવા કરવા માટે રોક્યા. સમર્થ યોગીરાજ ની સેવા કરતા હવશી ત્રણ વર્ષે તેમની કૃપા પામ્યો.
સ્વામી રામદાસજી ઉમરા ના ઝાડ નીચે આવેલા ડાબોડીયા ગણપતિ બિરાજમાન છે
તેવા અપૂજ્ય મંદિર પાસે ખોદકામ કરાવ્યું અને મુર્તીની નીચે થી સોનામહોર ભરેલા બે ચરૂ મળી આવ્યા.
હવશી નુ ભાગ્ય પલટાઈ ગયુ.
હવશી એ ગણપતિ ની મૂર્તિ એ થોડુક ધન લઈ ને દહેગામ આવ્યા.
રાંધેજા ના બેચરભાઈ વણકર ની દિકરી ગંગા સાથે લગ્ન કર્યા. સમય જતાં હવશી ને એક દિકરો અવતર્યો.
દિકરાનુ અકાળે અવસાન થયું (દિકરા ના અકાળ મૃત્યુ ની ઘટના ખુબજ કરૂણ છે.
જે વિગતે વાંચવી). હવશી અને ગંગા મનથી ભાંગી પડ્યાં. હવશી નો મોટા ભાગનો સમય ગણપતિ દાદા ની મૂર્તિ સાથે પસાર થતો.
ધનનો ભોગવનાર ચાલ્યા ગયા નો વસવસો મન મા થયા કરતો. એને પોતાનુ બચપણ યાદ આવ્યું,
અને એ ધન નો લોકકલ્યાણ માટે સદુપયોગ કરવાનો મનોમન નિર્ણય કર્યો.
રૂડા રબારી ની દિકરીને ધરમ ની બહેન એવી રબારી ની દિકરી નું મામેરું કર્યું.
હવશી અન્નદાન માં બહુ માનતા.
તેમણે નાતગંગા તેડાવી અને પંદર પંદર દિવસ સુધી બધાને જમાડ્યા.
નાતગંગા તેમની સેવા ચાકરી થી ખુશ થઈ અને કંઈક માંગવા કહ્યું ત્યારે હવશી એ કહ્યું, મને નખ્ખોદ આપો,
સંસાર ના વેરઝેર દગા ફટકા અને કરતૂતો થી હવશી નુ મન ભરાઈ આવ્યુ માટે તેણે નખ્ખોદ માંગ્યું.
સમસ્ત વણકર નાતનાં ઉધ્ધાર કાજે હવશી દેહગામા એ અનેક કામ કયાૅ છે..
એક દેવીપૂજક સમાજ ( રબારી ) નાં રૂડા રબારીનાં ઉછેરથી હવશી મોટો થયેલો અને પછી રૂડા રબારીનાં મૃત્યું પછી રૂડા રબારીની દિકરીનું મામેરું કર્યુ હતું ,.
વણકરસમાજ કયારેય કોઈનો ઉપકાર ભુલતો નથી..
ઈતિહાસમાં વણકરસમાજનાં અનેક મહાપુરુષોએ સવણૅ કોમની દિકરીઓની લાજ , રક્ષણ કાજે હંમેશા આગળ રહ્યો છે..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: