નડિયાદ: લોન આપવાનાં બહાને ૨૨.૧૫ લાખની છેતરપીંડી કરનાર બે મહિલા સહિત ૪ આરોપી ઝડપાયા,
Автор: G 24X7 NEWS
Загружено: 2021-07-14
Просмотров: 1305
Описание:
વડોદરાની નમો નમ: ફીનસર્વ પ્રાઈવેટ લીમીટેડ કંપની નામની ફાયનાન્સ કંપની ખોલી જેમાં જમીન પર ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલતા હતા કરોડોની લોનના સપના બતાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા પહેલા મિલકતના કાગળોની પ્રોસેસના ફોર્મ ભરાવી પ્રોસેસ ફીના રૂપિયા ૫૦ હજાર લીધા હતા ત્યારબાદ મિલકતની તપાસણી ફીના રૂપિયા ૨૫ હજાર રૂપિયા લઈને તરૂણ પટેલને ૧.૪૦ કરોડ મંજૂર થઈ હોવાની લાલચ આપી હતી. તેમજ લોન મંજૂર કરાવવા માટે આરોપીએ ફરીયાદી પાસેથી વધુ ૪.૫૦ લાખ રૂપિયા લીધા હતા અને જ્યારે ફરીયાદીએ લોનની માંગણી કરી ત્યારે પણ ૭૦ થી ૮૦ હજાર રૂપિયાની માગ કરી હતી.
આમ, વારંવાર લોન આપવાને બદલે પૈસાની માંગણી કરતાં આરોપીઓ પર તરૂણભાઈને શંકા ગઈ હતી. અને તેઓ આ સંદર્ભે ફાયનાન્સ કંપની વિરુદ્ધ પોલીસના શરણે પહોંચ્યા હતા. પોલીસે આ ઘટનામાં સાત વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક તપાસ હાથ ધરી હતી. જેમાં ખેડા પોલીસને સફળતા મળી છે અને આજે તેમણે સાત આરોપી પૈકી મન્સુરી ઉર્ફે કુરેશી, રીયા ચૌધરી, જયેશ ઉર્ફે મેહુલભાઈ અને મનીષા નામના આરોપીઓની ધરપકડ કરી છે. તમામના કોવિડ રિપોર્ટ કરાવી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત વધુ પૂછપરછ કરી પોલીસ અન્ય આરોપીઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ફાયનાન્સ કંપનીના નામે છેતરપીંડી કરનાર સાત આરોપી પૈકી પડડાયેલા ચારમાંથી ૩ આરોપી વડોદરાના છે. જયેશભાઈ ઉર્ફે મહૂલ નવજીવન સોસાયટી ચીખોદરા જિ. આણંદ, સદામ હુસેન ઉર્ફે મન્સુરી ખોરા તળાવની પાળ પાસે વડોદરા, મનીષાબેન પોલીસ કોલોની, પંચશીલ એપાર્ટમેન્ટ વડોદરા અને નિકીતા ઉર્ફે રીયા બોમ્બે હાઉસીંગ કોલોની પ્રતાપનગર વડોદરામાં રહે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: