સાંભળશો કનૈયાની બંસરી || Bhakti Ahir || Sanbhlho kanaiya Ni Bansari
Автор: Bhakti Ahir
Загружено: 2026-01-02
Просмотров: 3097
Описание:
સાંભળશો કનૈયાની બંસરી || Bhakti Ahir || Sanbhlho kanaiya Ni Bansari #bhakti #gujarati #krishna
ગાયિકા :- ભક્તિ આહીર
ભજન મંડળ
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
સુનો આ કનૈયાની બંસરીમાં પ્રેમ છે
ધ્યાન તેનું ધરજો સદાય રે સાંભળશો કનૈયાની બંસરી
વૃત્તિ તલિન્ન થશે બંસરીના નાદમાં
સૂઝશે આગમ-નિગમ વાત રે સાંભળશો કનૈયાની બંસરી
નવ જાવું બદ્રી કેદારનાથ યાત્રા
દિલ્હી કે ગંગાને નીર રે સાંભળશો કનૈયાની બંસરી
ભીતર બહાર તમે કૃષ્ણને દેખશો
જાવા જરૂર નથી કયાંય રે સાંભળશો કનૈયાની બંસરી
નથી જન્મ તમારો જગત રિઝાવવા
પ્રભુ રીઝવવાનું કામ રે સાંભળશો કનૈયાની બંસરી
સાચો શણગાર પ્રભુભકિતમાં પ્રેમ છે
થાશે આત્માનું કલ્યાણ રે સાંભળશો કનૈયાની બંસરી
ઉજ્જવળ જીવનથી દુઃખ સદા ભાગશે
પાપ ન રહેશે તલભાર રે સાંભળશો કનૈયાની બંસરી
સહુ ભકતો દિવ્ય દ્દષ્ટિ માગે છે શામળા
તારું તને સોંપી દઉં તમામ રે સાંભળશો કનૈયાની બંસરી
સુનો આ કનૈયાની બંસરીમાં પ્રેમ છે
ધ્યાન તેનું ધરજો સદાય રે સાંભળશો કનૈયાની બંસરી
Jay Shree Krishna 🙏🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: