નીચે લખેલું છે 🙏જીવન બાગમાં bhajan
Автор: ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
Загружено: 2025-06-28
Просмотров: 2835536
Описание:
હે આવી રહ્યું ગઢપણને વીતી યુવાની
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
હે કાળા ધોળા કેશ થયા નયનો તણા તેજ ગયા
હે હાટડી સંકેલીને બત્રીસ બાવાઓ ગયા
હે ગોરા ગોરા મુખડાની લાલી લૂંટાની
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
હે શ્રવણ તણી શ્રવણા ગઈ રચનાથી અમી ગઈ
જીવન બાગમાં પાનખર આવી ગઈ
હે ધીરે ધીરે જીંદગી પુરી થવાની
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
હે આવી રહ્યું ગઢપણ અને વીતી યુવાની
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
હે કામ કરતા થાક લાગે હાથ પગના સાંધા દુખે
જઠરાગ્નિની મંદ પડી દુઃખ દર્દ માજા મૂકે
હે ઉભો છે કાળ પેલો ડોળા ફાડી
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
હે જિંદગીમાં જોયા ઘણા ટાઢ અને તડકા
હે દુઃખ ભરી દુનિયાના જોયા ઘણા ભડકા
હે સૂના સૂના હૈયામાં તારી નિશાની
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
હે આશા તણો દોર જાલી રાખું છું તુજને
હે ચરણ સ્પર્શ થાય એવો અંત સમય મુજને
હે આતમ સાદ તણો દેજો જગાવી
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: