Role play by Government Secondary and Higher secondary school Paniyadra, Bharuch (No to addiction)
Автор: Chanakya of Education (Vision Point)
Загружено: 2026-01-11
Просмотров: 24
Описание:
નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે જાગૃતિ લાવતો રોલ પ્લે – સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણીયાદરા તા વાગરા જી ભરૂચ દ્વારા ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ ગ્વાલિયર ખાતે પ્રતિનિધિત્વ
આજના સમયમાં નશીલા દ્રવ્યોનું વધતું વપરાશ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. યુવાનો ખાસ કરીને ખોટી સંગતમાં આવી પોતાના ઉજ્જવળ ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યા છે. આ ગંભીર સમસ્યા સામે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં “નશીલા દ્રવ્યોનો દુરુપયોગ અને તેની રોકથામ” વિષય પર એક અત્યંત અસરકારક નાટ્યરૂપ રજૂ કરવામાં આવ્યું.
આ રોલ પ્લેની કથાવસ્તુ એક હોશિયાર અને મહેનતી વિદ્યાર્થી પર આધારિત હતી, જે મિત્રો ની ખોટી સંગતમાં આવી કોકેઇન જેવા ઘાતક ડ્રગ્સના વ્યસનમાં ફસાઈ જાય છે. શરૂઆતમાં તે આદતને ફેશન અને મોજ-મજા સમજીને સ્વીકારે છે, પરંતુ ધીમે ધીમે તેની જિંદગી પર તેની ખરાબ અસર થવા લાગે છે. અભ્યાસમાં મન ન લાગવું, વર્તનમાં ફેરફાર, પરિવારથી દૂર થવું અને સ્વાસ્થ્ય બગડવું – આ બધું તેના જીવનનો ભાગ બની જાય છે.
સમય જતા તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. ત્યારબાદ તે પોતાના શિક્ષક, ડોક્ટર અને પરિવારની મદદથી નશાના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળે છે. કઠિન સંઘર્ષ અને મજબૂત મનોબળ દ્વારા તે ફરીથી પોતાનું જીવન સંવારી લે છે અને પોતાની પ્રતિભા દ્વારા ફરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સાબિત કરે છે કે ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ વ્યસનથી મુક્તિ મેળવી શકાય છે.
આ નાટ્યરૂપ દ્વારા સમાજની એક કડવી હકીકત પણ ઉજાગર કરવામાં આવી કે આજે કેટલાય યુવાનો ખોટી સંગતમાં આવી પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે અને કેટલાય પરિવારો નશાની લતના કારણે તૂટી જઈ રહ્યા છે.
આ રોલ પ્લે દ્વારા સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે
“નશો ક્યારેય કરવો નહીં અને કોઈ દબાણ કરે તો મજબૂતીથી ‘ના’ કહેતા શીખવું.”
જો આપણી આસપાસ કોઈ વ્યક્તિ નશાની લતનો શિકાર હોય તો તેને એકલા છોડવાને બદલે નશામુક્તિ કેન્દ્ર, નશામુક્તિ હેલ્પલાઇન નંબર અથવા ઉમંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેને મદદ પહોંચાડવી જોઈએ.
આ પ્રસ્તુતિ માત્ર નાટક નહીં પરંતુ સમાજને જાગૃત કરતો એક અભિયાન બની રહ્યો, જે યુવાનોને સાચો માર્ગ પસંદ કરવાની પ્રેરણા આપે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: