Saumya Joshi | Play Writer | Poet | New Gujarati Podcast | Jalso Podcasts
Автор: Jalso Podcasts
Загружено: 2024-07-30
Просмотров: 15947
Описание:
#jalso #newpodcast #conversation
Gotilo અને Rangara જેવા ખુબ જ ચર્ચિત અને લોકપ્રિય થયેલ ગીતના રચિયતા એટલે આદરણીય સૌમ્ય જોશી.
ગુજરાતી ભાષા અને નાટ્યક્ષેત્રમાં આધુનિક સમયમાં લેખક અને દિગ્દર્શક તરીકેનું સૂર્ય સમાન તેજસ્વી નામ એટલે “સૌમ્ય જોશી”. તેમના લિખિત નાટકો “વેલકમ જિંદગી”, “પાડાની પોળ”, “આઠમાં તારાનું આકાશ”, “૧૦૨ નોટ આઉટ” અને એવા તો અનેક નાટકો ખૂબ જ પ્રસિદ્ધ છે, 300-500 શોસ થયા છે અને એટલું જ નહીં અનેક રચનાઓનું હિન્દી ભાષામાં પણ અનુવાદ થયેલું છે અને “૧૦૨ નોટ આઉટ” નાટક ઉપરથી તો બોલીવુડમાં ફિલ્મ પણ બની છે. આ સિવાય તેમની લિખિત કવિતાઓ શબ્દોની એક અલગ ધાર ધરાવે છે. તેમની દરેક રચનાઓમાં એ નાટક હોય કે પછી કવિતા દરેકમાં સમાજ પ્રત્યેનો એક આગવો અભિગમ સ્પષ્ટ રીતે સંભળાય છે અને આપણને તેના ઉપર વિચાર કરવા મજબૂર કરે છે. તેમના લિખિત અનેક ગીતોને આપણે ગુજરાતી ફિલ્મો અને બોલીવુડની ફિલ્મોમાં સાંભળીએ છે જે ખૂબ જ સુંદર રીતે અને સરળતાથી આપણે સૌને કંઠસ્થ રહી જાય છે. એક સ્ક્રીપ્ટનું બંધારણ કેવું હોવું જોઈએ, ગુજરાતી ભાષામાં નાટકોની શું સ્થિતિ છે, તેમની લિખિત કવિતાઓ તેમજ નાટકો અને આવા ઘણાં રસપ્રદ વિષયો પર સૌમ્ય જોશી “Jalso Podcast” પર વાત કરે છે, વિગતે સાંભળો આ પોડકાસ્ટમાં.
00:00 Start of the podcast
9:12 કેવી સ્ક્રીપ્ટને તમે બેસ્ટ સ્ક્રીપ્ટ કહેશો ?
15:40 જીવનનાં અનુભવો લખાણમાં મદદરુપ થાય ?
19:37 'ગ્રીનરૂમ' કાવ્યસંગ્રહ અને બીજી કવિતાઓ બાળપણ સંચિત થયેલી સ્મૃતિઓ છે ?
23:21 આજનાં સમયને કલાકારની દૃષ્ટિ, લેખકની દૃષ્ટિ કેવી રીતે જુઓ છો?
25:35 આપના નાટકોની સફળતાનું ફોર્મ્યુલા શું છે ?
32:52 આપનું પ્રિય નાટક કયું છે ?
36:00 આજે ગુજરાતી નાટની સમસ્યા અને તેની મૂળભૂત જરૂરિયાત કઈ લાગે છે ?
39:25 આજે શું નાટકોનું ઓડિયન્સ ઓછું થઇ રહ્યું છે ?
41:00 યુવાનો આપના નાટકોમાં ખાસ્સો રસ લે છે તેમનાં માટે શું કહેશો?
42:00 હિન્દી નાટકોનાં અઢળક શો કર્યા આ બધા ફેરફારો કેવી રીતે લાવ્યાં ?
48:34 ગીતકાર સૌમ્ય જોષી અલાયદા છે કે કવિ સૌમ્ય જોષી નોખા છે ?
51:34 'ગોતીલો' ગીતનો છેડો ગ્રીનરૂમની કઈ કવિતામાં રહેલો છે ?
58:20 હેલ્લારોનું ગીત "વાગ્યો રે ઢોલ"
59:48 આટલા અદ્ભુત ગીતો કેવી રીતે લખાય છે ?
1:01:23 ગુજરાતી ફિલ્મોનો હાલનો સમય કેવી રીતે જુઓ છો?
1:03:15 ગુજરાતી સિનેમાની ચેલેન્જિગ બાબતો શું છે ?
1:09:08 વિશ્વ સ્તરની કઈ ફિલ્મો છે જેને તમારા મેકિંગ પર અસર પાડી છે ?
1:17:00 હવે સ્ક્રીપ્ટમાંથી અમુક શબ્દો હટી ગયા છે.
1:18:48 પોતાના લખાણમાં વાસ્તવિકતાની પ્રાથમિકતા કેટલી જરુરી?
1:24:00 તમારા પ્રિય પુસ્તકો કયા છે ?
1:25:08 આટલા વર્ષોની કારકિર્દી, અનુભવો અને સંઘર્ષ અને શક્યતાઓ વચ્ચે કેવી લાગણી અનુભવી રહ્યા છો?
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
#gotilo #gujarati #rangara #kavita #jalso #podcast
Play Writer, Gujarati Theatre, 102 Not Out, Gujarati Podcast
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: